સતત ૨૪ દિવસની સારવાર તેમજ ૩ દિવસ બાયપેપ પર રહીને સુરતીએ કોરોનાને હરાવ્યો
કોવિડ ૧૯ની શરૂઆતથી મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે.
સુરત: કોવિડ ૧૯ની શરૂઆતથી મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. વેસુ નાં ૪૭ વર્ષીય ગોપાલભાઈ ઇન્દ્રવદન ભગતે ૩ દિવસ બાયપેપ સહિત કુલ ૨૪ દિવસ ની જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં સફળતા મળી છે. તેમના મજબૂત ઈરાદા અને સ્મિમેરના તબીબો સહિતના સ્ટાફ ની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોનાને શિકસ્ત આપી ઘરે પરત ફર્યા છે. પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી ભગત પરિવાર કરતા સ્મિમેર હોસ્પિટલના તબીબી સ્ટાફને વધુ હતી.
કોરોનામુક્ત થયેલા ગોપાલભાઈ જણાવે છે કે તેમને શરૂઆતમાં તાવ, અશક્તિ, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમને બાદમાં તકલીફ વધતા પલ્સ ઓક્સિમીટર થી ઓક્સિજન લેવલ ચેક કરતા ૯૨% આવતા જ તેઓ સ્મીમેર હોસ્પિટલ પહોચ્યા હતા અને ૧૯મી એપ્રિલ નાં રોજ રાત્રે દાખલ થયા હતા. તેમનો કોવિડ માટે નો RTPCR રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેમજ CT સ્કેન માં ૭૫% સુધીનું ઇન્ફેકશન આવ્યું હતું.
અમદાવાદ થી ગાંધીનગર જઇ રહ્યા છો તો આ ન્યૂઝ વાંચી લો, રૂટ થયો છે ડાયવર્ટ
શરૂઆતમાં તેમને અડધા થી ૨ લીટર ઓક્સિજન પર રાખવા પડ્યા હતા પરંતુ તબક્કાવાર તેમની તબિયત બગડતા બીજાજ દિવસે એટલે કે ૨૦મી એપ્રિલે ૫ લીટર ઓક્સિજન પર રાખવા પડ્યા હતા. પરંતુ આટલે થી નાં અટકતા તેમની તબિયત વધારે ને વધારે બગડતા પછીના દિવસો માં ૫ લીટર, ૧૦ લીટર અને પછી ૧૫ લીટર ઓક્સિજન સ્મીમેરના ICU વિભાગમાં રાખીને આપવામાં આવ્યો હતો.
આ દરમ્યાન તેમની સ્થિતિ વધારે બગડતા બાયપેપ પર પણ ૩ દિવસ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત માં સુધારો આવતા બાયપેપ ખસેડી ને ફરીથી ઓક્સિજન દ્વારા સારવાર આપવામાં આવી. અને છેવટે ૧૧ તારીખે તેમની તબિયત માં સુધારાને ધ્યાને લેતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.
Covid 19: ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, કેસ અને મૃત્યુમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો
પોતાના હોસ્પિટલ માં રોકાણ દરમ્યાન અને ખાસ કરી ને બાયપેપ પર રહેલા તે અનુભવ ને યાદ કરતા તેઓ જણાવેછે કે જ્યારે તેઓ બાયપેપ પર હતા ત્યારે ડોક્ટર, નર્સ સહિતનો તમામ સ્ટાફ તેમને આશ્વાસન તેમજ હિંમત આપતો જેથી તેમનું મનોબળ ખુબજ સારી રીતે જળવાઈ રહ્યું. ડોક્ટર દ્વારા તેમનો હાથ પકડીને હિંમત પણ હિંમત આપવામાં આવતી હતી.
તેઓ પોતાનો અનુભવ જણાવે છે કે બાયપેપ મશીન જ્યારે જ્યારે હવા આપે ત્યારે જો શાંતિ થી શ્વાસ લેવામાં આવે તો બાયપેપ પર રહેવાની તકલીફ માં આરામ મળે છે. શરૂઆત માં તેમને બાયપેપ પર તકલીફ લાગતી હતી પણ એકવાર તેમને આવીરીતે શ્વાસ લેવાનું શીખી લીધા બાદ તેઓ બાયપેપ પર પણ આરામ થી રહી શક્યા હતા.
કોવિડની સારવાર દરમ્યાન તેમને DVT નામની બીમારી પણ હતી આથી સોનોગ્રાફી તેમજ બીજા ટેસ્ટ કરીને સાથો સાથ તેની પણ સારવાર સ્મીમેર દ્વારા જ ખુબજ સારી રીતે પૂરી પાડવામાં આવી હતી. આ સાથે સાથે તેઓની રોજબરોજ ની જરૂરિયાતો જેવીકે પાણી, જમવાનું, સાફસફાઈ પણ ખુબજ નિયમિત રીતે પૂરી પાડવામાં આવતી હતી. તેઓ ખાસ જણાવે છે કે તેમના ડાયપર બદલવાની પ્રક્રિયા હોય કે મળ ,મુત્ર સાફ કરવાની પ્રક્રિયા હોય પણ સ્મીમેર નાં ક્લીનીંગ સ્ટાફ દ્વારા તે પણ ખુબજ જહેમત ભરી રીતે કરવામાં આવી હતી.
Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ
તેઓ ભાવુક થઈને જણાવે છે કે સ્મીમેર નાં ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર, નર્સિંગ સહિતનો સ્ટાફ પ્રેમાળ રીતે દિવસ રાત એક કરીને સતત ફરજ બજાવી રહ્યો છે જે એક એક સુપર માનવ ન કરી શકે છે. સ્મીમેર માં આટલા બધા દર્દીઓ ની સેવા માટે જે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે તેમનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા.
અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સ્મીમેર હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે સખત મહેનતથી સુરતના વેસુ વિસ્તારના ૪૭ વર્ષિય ગોપાલભાઈ ભગત ૨૪ દિવસના સારવાર બાદ સાજા થઇ પોતોના ઘરે ફરી રહ્યા છે એ સ્મીમેર હોસ્પિટલની મોટી સિધ્ધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube