ગુજરાતના આ જિલ્લામાં 7 દિવસ બાદ મળે છે RTPCR ટેસ્ટનો રિપોર્ટ, ત્યાં સુધી તો...
- જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઈ ગોરડીયાએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવતા પણ વિલંબ થાય છે તેને પણ ઝડપી બનાવાય
- જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનો એક ડોઝ પૂરો થઈ ગયો છે, અને બીજો ડોઝની શરૂઆત થઈ છે. પણ હાલ વેક્સીનેશનનો જથ્થો ઉપલબ્ધ નથી
મુસ્તાક દલ/જામનગર :કોરોનાને ડામવા માટે સમયસર કોરોના ટેસ્ટ કરાવવા જરૂરી છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટીંગની પ્રોસેસને અસર પડી છે. ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) દ્વારા આ અંગે ગુજરાત સરકારને ફટકાર લગાવવામાં આવી છે. છતાં આજે પણ ગુજરાતના અનેક શહેરો એવા છે, જ્યાં કોરોના ટેસ્ટનો રિપોર્ટ (corona test) આવતા અઠવાડિયુ લાગી જાય છે. ત્યાં સુધી કોરોના દર્દી સુપરસ્પ્રેડર બની જાય છે. આવી જ હાલ છે જામનગરની પણ...
આ પણ વાંચો : ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં કોરોનાથી 90 મોત, હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ
સરપંચ મંડળની સરકારને રજૂઆત
જામનગર જિલ્લા સરપંચ મંડળ દ્વારા આજે જામનગર (jamnagar) તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનો બીજો ડોઝ ચાલુ કરાવવા અને પીએચસી સેન્ટર ખાતે રેપિડ ટેસ્ટ ચાલુ કરાવવા અંગે રજૂઆત કરવાં આવી છે. જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઈ ગોરડીયાએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવતા પણ વિલંબ થાય છે તેને પણ ઝડપી બનાવાય.
આ પણ વાંચો : શરીરમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરીને કોરોના દર્દીઓની સારવાર, બહુ જ કામની છે આ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ
7 દિવસે આરટીપીસીઆરનું રિઝલ્ટ આવે છે
જામનગર જિલ્લા સરપંચ મંડળ દ્વારા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે, જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ (vaccination) નો એક ડોઝ પૂરો થઈ ગયો છે, અને બીજો ડોઝની શરૂઆત થઈ છે. પણ હાલ વેક્સીનેશનનો જથ્થો ઉપલબ્ધ નથી. માટે વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવે. તેમજ ગામડાઓમાં કેટલાક પીએચસી સેન્ટર ખાતે રેપિડ ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવામાં આવે છે જેનું 7 દિવસે મોડુ રિઝલ્ટ આવે છે. તો વહેલી તકે રેપિડ ટેસ્ટ પણ ચાલુ કરવામાં આવે અને તેની પ્રોસેસ ઝડપી બનાવાય તેવી રજૂઆત કરવામાં આવી છે.