`કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે`, જાણો ભાભરમાં ભાજપને કોણે માર્યો ટોણો
કોંગ્રેસના નેતાઓએ ભાભરમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમ બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા અપીલ કર્યા બાદ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
અલકેશ રાવ/બનાસકાંઠા: વાવ વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ ભાભરમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમ બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા અપીલ કર્યા બાદ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તો SMCની ટીમની કાર્યવાહી દરમિયાન બુટલેગરો દ્વારા PSIને ટ્રેલરની ટક્કર મારીને હત્યા કરવા મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર ,મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઉપર આકરા પ્રહારો કરીને કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા તો ભાજપે ચૂંટણી જીતવા માટે નેતાઓની ફોજ ઉતારી હોવાની વાત કહી કોંગ્રેસની વાવ બેઠકને જીતવા ત્રીસ્તરીય આયોજન કરીને ગેનીબેનને લીડર બનાવ્યા વિશે કહ્યું હતું કે ગેનીબેન અમારા લીડર જ છે અમે આ ચૂંટણી જીતવાના છીએ, જનતા અમારી સાથે છે. 23 તારીખે ગુલાબસિંહ જીતશે.
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
આ ચૂંટણીને વિચારધારાની છે વાવની જનતા કોંગ્રેસને વિજેતા બનાવશે. અમારે કોઈ લીડર નથી. અમારા લોકલ જે આગેવાનો છે તેમનો અહીં સ્થાનિકો સાથે નાતો છે અમારે કોઈ લીડર નથી. અમારી બધાની જવાબદારી છે. માવજીભાઈ વિશે ભાજપને પૂછશો એ મારો વિષય નથી. હું જવાબ ન આપી શકું. બુટલેગરો કેટલા બેફામ થયા છે એનું ઉદાહરણ આપણે અનેકવાર જોયું છે. પ્રજા તો સલામત નથી. આજે 5 -5 વર્ષની દીકરીઓ ઉપર બળાત્કાર થાય. રોજ દારૂની ગાડીઓ પકડાય. હવે તો એવું થયું છે કે દારૂની રેડ પાડવા વાળાઓ ઉપર કેસ થાય અથવા તેમને જેલના હવાલે કરે હવે તો પોલીસ પણ સલામત નથી પોલીસને બુટલેગરો ટક્કર મારે અને અધિકારીનું મોત થાય એટલે કાયદો અને વ્યવસ્થા કથળી છે. હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહું કે હવે હદ થઈ ગઈ છે ભગવાન પણ તમને માફ નહિ કરે.
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
સર્વ સમાજે કોંગ્રેસને સમર્થન આપ્યું છે, ભાજપ કોઈની સમસ્યા ઉપર ધ્યાન આપતું નથી. એકબાજુ ભાજપમાં પૈસાની તાકાત છે અને બીજી તરફ આ બાજુ જનતાનો પ્રેમ છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી છે. ભાજપ જુગારના અડ્ડા ચલાવનારા,કતલખાના ચલાવનારા, દારૂની હેરફેર કરનારાઓને છૂટ આપીને સમર્થન આપે છે. દારૂની ગાડીને પોલીસના અધિકારીઓએ રોકવાનો પ્રયત્ન કર્યો તો પોલીસ અધિકારીને ટેન્કર સાથે ટક્કર મારી મોત નિપજાવ્યું, ગુંડાઓને કેટલી છુટ છે સમજી શકાય. સરકારે આની જવાબદારી સ્વીકારવી જોઈએ. આવું થાય પછી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કોઈ ચમરબંધીઓને છોડશું નહિ તેવું કહેશે. ભાજપમાં કોઈ તનથી બીજે હોય છે કોઈ મનથી બીજે હોય છે ધનથી ત્રીજી જગ્યાએ હોય છે.
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
કમનસીબે એ છે કે વિધાનસભાના અધ્યક્ષ બને ત્યારે પક્ષના બંધનમાંથી મુક્ત થઈને વિધાનસભાની પરંપરાઓ મોટી હોય છે પણ અહીં મુખ્યમંત્રી આવ્યા તો વિધાનસભાના અધ્યક્ષને મુખ્યમંત્રી જોડે જોઈ જનતાને દુઃખ લાગ્યું. કાલે અધ્યક્ષે પોતાના પદની ગરીમાં ન જાળવી અને તેમને ઉમેદવારને જીતડવાની અપીલ કરી. રાજકીય મંચનો ઉપયોગ કર્યો, એ પણ મુખ્યમંત્રીની હાજરીમાં એ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કાળા અક્ષરમાં લખાશે.
રાહુના પ્રભાવથી બદલાશે ભાગ્ય, વૃષભ, કર્ક અને મીન રાશિના જાતકો માટે ભવિષ્યવાણી
આજે સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજે આશીર્વાદ આપ્યા. અન્ય સમાજ પણ મારી સાથે છે.ગઈકાલે આખી સરકાર અહીં ઉમટી પડી મુખ્યમંત્રીને પણ લોકો ન આવતા બે કલાક રાહ જોવી પડી..માવજીભાઈ વિશે હું ન કહી શકું એ એમનો વિષય છે. કોંગ્રેસનો મતદાર વર્ગ ફિક્સ છે એમ ભાજપનો મતદાર વર્ગ છે પણ હવે તેમની પાસે એ વર્ગ જ નથી એટલે હવે ઘરે ઘરે તેમને જવું પડી રહ્યું છે. ગેનીબેન તો આ વિસ્તારમાં ધારસભ્ય હતા અને સંસદ સભ્ય છે એટલે કાયમ લીડર જ છે..અમારા કાર્યકર્તાઓ ઉપર અમને વિશ્વાસ છે, એમની જેમ અમારે અહીં લોકોને ઉતારવા નથી પડતા. ગૃહમંત્રીએ મને આયાતી કહ્યું એમને ક્યાં ખબર છે કે હું ક્યાંનો છું. એમની જોડે IB છે તો પણ ખબર નથી હું ક્યાંનો છું એ જવાબ 13 તારીખે જનતા આપશે.