ઝી બ્યુરો/અંબાજી: બનાસકાંઠામાં ચાંદીપુરા રોગના કેસ જોવા મળ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તેમાં પણ ખાસ કરી આદિવાસી વિસ્તારમાં વધુ સાવચેતી ના પગલાં લેવા કામગીરી હાથ ધરાઈ છે. દાંતા તાલુકા માં તાલુકા બ્લોક હેલ્થ કમિટી ની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં દાંતા તાલુકા વિસ્તારમાં ચાંદીપુરા નામનો રોગ પગપેસારો ન કરે તેની ખાસ તકેદારી રાખવા સૂચનો કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં આફત બન્યો વરસાદ! આ જિલ્લામા ચારેબાજુ તબાહી જ તબાહી, જનજીવન પ્રભાવિત


આ રોગ નાના બાળકોમાં વધુ થતો હોવાથી દાંતા તાલુકાની 289 શાળાઓ અને 282 આંગણવાડીની આસપાસ હાલ તબક્કે ડસ્ટીંગ કામગીરી શરુ કરવામાં આવી છ. અંતરિયાળ વિસ્તારોમાં લીપણ વાળા અને કાચા મકાનોમાં કોતરો માં જીવાત પડી જતી હોય છે. ત્યાં હાલ સુધી 70 જેટલી મીથેલિયનની થેલીનું છંટકાવની કામગીરી શરુ કરવામાં આવેલી છે. 


હવામાન વૈજ્ઞાનિકની ઘાતક આગાહી! કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ


એટલું જ નહિ નજીકના સમયમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે. ત્યારે આરોગ સામે તથા અન્ય રોગને લઇ તાલુકામાં ક્લોરિકેશનની કામગરી હાથ ધરવામાં આવનાર છે.. જેમાં પાવડર સહીત ટેબલેટનું પણ વપરાશ કરાશે જોકે ચાંદીપુરા રોગ બાળકોમાં વધુ પડતો થતો હોવાથી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરે એક મહત્વનું નિવેદન કરી ભાદરવી પૂનમનાં મેળા દરમિયાન 0થી 14 વર્ષના બાળકોને સાથે ન લાવવા ખાસ અપીલ કરી છે. 


જલદી કરો...સોનાના ભાવમાં પાછો જબરદસ્ત મોટો કડાકો, આવી તક ફરી નહીં મળે! જાણો રેટ


દાંતા તાલુકામાં દાંતા રેફરલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે ત્યારે ચોમાસામાં ભરાતા પાણીના કારણે તેનો લાભ પૂરતા પ્રમાણ માં મળી શકતો ન હોઈ રેફરલ હોસ્પિટલ ને અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. 


કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરી