રાજ્યની મેડિકલ કોલેજોમાં 240 બેઠકોનો વધારો થતાં MBBSની કુલ 5140 બેઠક થઈ
ભારત સરકાર દ્વારા આર્થિક આ રીતે પછાત બિનઅનામત વર્ગ માટે 10 ટકા બેઠકો મંજૂર કરવામાં આવતા રાજ્યની મેડિકલ કોલેજોમાં કુલ 240 બેઠકોનો વધારો થયો, વર્તમાન શૈક્ષણિક સત્રથી જ આ વધારો લાગુ થશે
હીતલ પારેખ/ ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે 10 ટકા અનામત બેઠકનો વધારો મંજૂર કરતાં રાજ્યની મેડિકલ કોલેજોમાં કુલ 240 બેઠકોનો વધારો થયો છે. આ વધારો વર્તમાન શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે એટલે કે આ વખતે રાજ્યમાં તબીબી શાખાની કુલ 5140 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં આ વધારો લાગુ થયો તે પહેલા મેડિકલ અભ્યાસક્રમની 4800 બેઠકો ઉપલબ્ધ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા 30 જૂનના રોજ આ મંજૂરી આપવામાં આવી છે અને તેના અંગેનો પરિપત્ર રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ અગાઉ, રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટે 10 ટકા અનામત બેઠકો માટે મેડિકલની બેઠકોમાં પણ વધારો કરવા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઈ હતી. રાજ્ય સરકારની દરખાસ્તના અનુસંધાને કેન્દ્ર સરકારે 21/6/19ના પરિપત્ર દ્વારા રાજ્યની ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજોમાં આર્થિક રીતે પછાત વર્ગના બિનઅનામત વર્ગ માટેની 10 ટકા અનામતની જોગવાઈને અનુલક્ષીને દરેક કોલેજમાં 50 બેઠકનો વધારો મંજૂર કર્યો હતો. આથી રાજ્યમાં MBBSની કુલ 4,900 બેઠક થઈ હતી.
GSTના બે વર્ષઃ ગુજરાત સરકારને થઈ રહ્યું છે મોટું નુકસાન- નીતિન પટેલનો એકરાર
કેન્દ્ર સરકારે બિનઅનામત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામત આપવા સરકારી મેડિકલ કોલેજો ઉપરાંત અન્ય મેડિકલ કોલેજો ખાતે વધવાપાત્ર બેઠકો અંગે નવી દરખાસ્ત માગવામાં આવી હતી. આથી રાજ્ય સરકારે કરેલી નવી દરખાસ્તના અનુસંધાને કેન્દ્ર સરકારે 30/6/2019ના પરિપત્ર દ્વારા રાજ્યની 8 GMERS મેડકલ કોલેજ સહિતની અન્ય કોલેજોમાં દરેક કોલેજમાં 20 બેઠકનો વધારો કરવાની મંજૂરી આપી હતી.
[[{"fid":"222656","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહતની સરકારની જાહેરાત
નીચેની કોલેજોમાં 20-20 બેઠકનો થયો વધારો
- રાજ્યની 8 GMERS મેડિકલ કોલેજ
- અમદાવાદ અને સુરતની બે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ
- પાલનપુર, દાહોદ ખાતેની બ્રાઉન ફીલ્ડ સ્વનિર્ભર મેડિકલ કોલેજ
આમ, રાજ્યની 12 મેડિકલ કોલેજોમાં પ્રતિ કોલેજ 20 બેઠકોના હિસાબે 240 બેઠકોનો વધારો થતાં રાજ્યમાં હવે MBBSની કુલ બેઠકોની સંખ્યા 5140 થઈ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર શૈક્ષણિક વર્ષ 2019-20થી જ આ વધારો લાગુ પડશે અને તેના આધારે જ રાજ્યમાં તબીબી શાખામાં પ્રવેશ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
જૂઓ LIVE TV....