આશ્કા જાની, અમદાવાદ: નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ગુલાબી ઠંડીની શરૂઆતમાં થઈ ગઈ છે તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવા બેવડા વાતાવરણના કારણે લોકો વાઈરલ ઈંફેક્શન સહિતના રોગનો ભોગ બની રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારે ઠંડીનો એહસાસ થાય છે. લોકો ગુલાબી ઠંડીની મજા માણવા માટે સવારે સાઈકલીગ, અને મોર્નીગ વોક કરવા નીકળે છે. કોરોના બાદ લોકોમાં એક્સરસાઈઝનો ક્રેઝ પણ વધ્યો છે.  બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ નવેમ્બર મહિનાથી ઠડીની શરૂઆત થશે તેવી આગાહી પણ કરી છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર સુધી લોકોએ ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની સીઝનની શરુઆત થશે. દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડી પડવાનું  શરૂ થશે. જમ્મૂ-કશ્મીરમાં હિમવર્ષા અને ત્યારબાદ ફૂંકાતા ઠંડા પવન પર ગુજરાતની ઠંડી આધારિત છે. હાલ કશ્મીરમાં સામાન્ય હિવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.


શિયાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદિના કારણે આ વખતે વાવેતર ઘટયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube