Chlera Cases In Gujarat : ગુજરાતમાં હવે નવી મહામારી માથુ ઉચકી રહી છે. ગુજરાતમાં હવે કોલેરા બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોલેરાએ દસ્તક આપી હોય તેવી દહેશત ફેલાઈ છે. ત્યારે હવે રાજકોટના ઉપલેટમાં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરાથી થયુ હોવાનું અનુમાન છે. 
 
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે પાંચ બાળકોના મોત થયા છે. ઉપલેટાના ગણોદ પાટીયા અને તણસવા ગામ વચ્ચે આવેલા પ્લાસ્ટિકના અલગ અલગ કારખાનાઓમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોના બાળકોના મૃત્યુ થયા છે. એક વર્ષથી સાત વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત 13 તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટીકલેકટર, પોલીસ તેમજ અન્ય ટિમો પહોંચી તણસવા ગામે પહોંચી ગયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. સિંગ પણ પહોંચ્યા ટીમ સાથે તણસવા ગામે પહોંચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તણસવા ગામ નજીક પ્લાસ્ટિકના ઘણા કારખાનાઓ આવેલા છે. વેસ્ટ પાણી જતું હોય કારખાનાઓના પાણીને કારણે ઝાડા, ઉલ્ટી બાદ કોલેરાને કારણે બાળકોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ છે. પ્લાસ્ટિકના કારખાનાઓમાં વેસ્ટ માલ વચ્ચે ઝુંપડામાં રહેતા હોય અને પાણી પીતા હોવાથી ઝાડાઉલ્ટી થયા બાદ કોલેરા થયા હોય તેવું અનુમાન છે. આરોગ્ય હેલ્થ ઓફિસર દ્વારા 20 ટીમ બનાવી આજુબાજુના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવશે. પાણીના સેમ્પલ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટે લીધા છે જેને લેબમાં મોકલ્યા બાદ સાચું કારણ બહાર આવશે. 


અમદાવાદમાં આવશે વરસાદ, આગામી ત્રણ કલાક માટે હવામાન વિભારે જાહેર કર્યું નાવકાસ્ટ


આણંદમાં કોલેરા ફેલાયો 
તો બીજી તરફ, આણંદ શહેરમાં કોલેરાનાં કેસ મળી આવતા શહેરનાં 10 કિલોમીટરનાં વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયું છે. આણંદમાં કોલેરાના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદમાં કોલેરાના કુલ 4 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 41 કેસ સત્તાવાર નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 100 થી વધુ કેસ ખાનગી હોસ્પિટલમાં છે. આણંદ શહેરમાં પ્રશાંત ચોકડી પાસે આવેલીગુલમર્ગ સોસાયટીમાં પીવાનાં પાણીની પાઈપ લાઈનમાંથી દુષિત પાણી આવતા સોસાયટીમાં 15 થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીઓ સહીતની બિમારીઓ થતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી ઉઠયો છે, અને આજે સ્થાનિક મહિલાઓએ સુત્રોચ્ચાર કરી પાલિકા હાય હાયનાં નારા લગાવી છાજીયા લીધા હતા. 


તો અમદાવાદ શહેર પણ દૂષિત પાણીના ત્રાસથી બાકાત નથીય amc ના અનેક પ્રયત્નો બાદ પણ શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર રીતે વકર્યો છે. AMC ના લેટેસ્ટ અપડેટ અનુસાર, જાન્યુઆરીથી જૂન માસ સુધી ઝાડા ઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 9 જૂન સુધી ઝાડાઉલટીના 5515, કમળો 766, ટાઈફોઈડના 1815 અને કોલેરાના 91 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના સેંકડો કેસ નોંધાયા છે. 9 જૂન સુધીમાં ઝાડાઉલટીમાં 468, કમળો 73, ટાઇફોઇડ 156 અને કોલેરાના 19 કેસ નોંધાયા છે. અમદાવાદના ઈન્દ્રપુરી, વટવા , લાંભા, મણિનગર , દાણીલીમડા, બહેરામપુરા, અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ નોંધાયા છે. 


પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી અને અખાદ્ય ખોરાક જવાબદાર છે. અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો મિક્સ થતા દુષિત પાણીની સમસ્યા છે. નાના બાળકો અને મોટી ઉંમરના નાગરિકો વધુ અસરગ્રસ્ત છે. વિવિધ ઠેકાણે લાઈનોમાં ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધી શહેરમાં 22526 પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 521 સેમ્પલ અનફિટ આવ્યા છે. ફરિયાદના સ્થળે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરાઈ રહ્યું છે, લીકેજ હોય તો ઈજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે. દુષિત કે મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે