ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશે
Rain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
Trending Photos
Gujarat Weather Forecast : ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કારઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદ આવશે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે.
ગઈકાલ રાતથી વડોદરા શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાત્રે ગાજવીજ સાથે શહેરમાં વરસાદ આવ્યો હતો. સયાજીગંજ, અકોટા, ફતેગંજ, રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. દાહોદ શહેર સહિત ઝાલોદ લીમખેડા ગરબાડા તાલુકામાં મોડી રાત્રે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, હાલમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.
23 જૂન બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી
24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી
તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.
પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે