લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?
Watch Video: હાલમાં જ ભાજપનું લોકસભા ચૂંટણી અંગે સંકલ્પ પત્ર બહાર પડ્યું. જેને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની ભારે નારાજગી અને રાજકોટના રતનપરમાં મળેલા મહાસંમેલન વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના પર સી આર પાટિલે જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે. જો ટિકિટ રદ ન થાય તો તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરવાની અને અન્ય રાજ્યોમાં આંદોલન ફેલાવવાની પણ ક્ષત્રિયોની તૈયારી છે. જેના ભાગ રૂપે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું વિશાળ મહાસંમેલન યોજાઈ ગયું. જેમાં લગભગ 3 લાખ ક્ષત્રિયોએ ભાગ લીધો. આ બધા વચ્ચે હવે ભાજપે આ સમગ્ર વિવાદ પર મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube