રવિ અગ્રવાલ/વડોદરા : મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાનો જીવનસાથી શોધતા પહેલા તપાસ કરી લેજો નહિ તો વડોદરાના અમેરિકામાં રહેતા એન આર આઈ યુવક જેવી તમારી હાલત થશે. NRI યુવક સાથે શું કર્યું મોડેલે અને કેમ હાલમાં તે જેલના સળિયાની પાછળ છે તેનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો. કઇ રીતે મોડલ જેલના સળીયા પાછળ પહોંચી જાણો ખાસ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદાના 23 દરવાજા ખોલાયા, એક દરવાજામાં છે 150 હાથીની શક્તિ, જાણો કઇ રીતે કરે છે કામ?


વડોદરાના એનઆરઆઈ ડિવોર્સી યુવક મિતેષ વાઘેલા બીજા લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી સર્ચ કરતો હતો. તે દરમિયાન તેનો મુંબઈની મોડલ પ્રિયંકા પંચાલ સાથે સંપર્ક થયો. પ્રિયંકા પંચાલે પોતે ડિવોર્સી પ્રોફાઈલ મૂકી મિતેષ વાઘેલાને અંધારામાં મૂકી લગ્ન કરી લીધા. મિતેષ વાઘેલા અમેરિકામાં રહેતો હતો. જેથી પ્રિયંકા પણ અમેરિકા જતી રહી. પ્રિયંકા મિતેષ સાથે ત્રણ વર્ષ સુધી લગ્નજીવનમાં રહી. પરંતુ એક દિવસ તેને મિતેષને પોતે ડિવોર્સી નહિ પરણિત હોવાની હકીકત કહેતા મિતેષને મોટો આંચકો લાગ્યો. એટલું જ નહિ પ્રિયંકાએ કહ્યું કે તેનો પતિ અને બાળકો મુંબઈમાં રહે છે. 


પોપ્યુલર બિલ્ડર કેસમાં બાપ-બેટાના રવિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજુર રાખ્યા


જેથી મિતેષે પ્રિયંકા સાથે નહિ રહેવાની વાત કરતા પ્રિયંકાએ ધાક ધમકી આપી મિતેષ પાસેથી અલગ અલગ રીતે 20 લાખ પડાવી લીધા. એટલું જ નહિ મિતેષ સામે અમેરિકામાં ઘરેલું હિંસાની ફરિયાદ પણ દાખલ કરાવી હતી. મુંબઈની મોડેલની હકીકત સામે આવતા વડોદરામાં રહેતા મિતેષના પિતા રમણ વાઘેલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મોડેલ પ્રિયંકા પંચાલ સામે છેતરપિંડી અને એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવી છે. બાદમાં કારેલીબાગ પોલીસ મુંબઈ પહોંચી મોડેલની ધરપકડ કરી. પોલીસની તપાસમાં મોડેલે ચોંકાવનારો ખુલાસો કર્યો કે તેને અમેરિકાના એચ 1 વિઝા મેળવવા લગ્નનું તરકટ રચ્યું હતું. તેમજ તે તેના મુંબઈમાં રહેતા પતિને છૂટાછેડા આપી કાયમી અમેરિકા સ્થાયી થવાનું વિચારી રહી હતી. એસીપી એ કહ્યું કે આરોપી યુવતી એ નામ બદલી યુવક સાથે લગ્ન કર્યા અને બાદમાં છેતરપિંડી કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર