ખાનગી હોસ્પિટલો બાદ હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચારનો અખાડો, પૈસા આપો સારી સેવા મેળવો
કોરોના કાળમાં સમગ્ર ગુજરાતની સ્થિતી ખુબ જ ભયાનક થઇ ચુકી છે. ગુજરાતમાં ટેસ્ટથી માંડીને હોસ્પિટલ અને સ્મશાનમાં પણ લાઇનો લાગી છે. ચાર મહાનગરોમાં ખુબ જ વિપરિત સ્થિતી પેદા થઇ છે. અમદાવાદમાં કોરોના કાળમાં સ્મશાનની બહાર પણ લાઇનો લાગી રહી છે. જો કે હવે સ્મશાનમાં પણ મોતનો મલાજો નથી જળવાઇ રહ્યો. કોઇ પ્રાણીના પણ થાય તેવી રીતે લોકોનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે.
અમદાવાદ : કોરોના કાળમાં સમગ્ર ગુજરાતની સ્થિતી ખુબ જ ભયાનક થઇ ચુકી છે. ગુજરાતમાં ટેસ્ટથી માંડીને હોસ્પિટલ અને સ્મશાનમાં પણ લાઇનો લાગી છે. ચાર મહાનગરોમાં ખુબ જ વિપરિત સ્થિતી પેદા થઇ છે. અમદાવાદમાં કોરોના કાળમાં સ્મશાનની બહાર પણ લાઇનો લાગી રહી છે. જો કે હવે સ્મશાનમાં પણ મોતનો મલાજો નથી જળવાઇ રહ્યો. કોઇ પ્રાણીના પણ થાય તેવી રીતે લોકોનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે.
કડીમાં નર્સ જ કરી રહી છે દર્દીઓનાં જીવન સાથે ચેડા, કિસ્સો વાંચી થથરી જશો
હાલમાં એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બાપુનગરના ચામુંડા સ્મશાનગૃહમાં છે. જેમાં અંતિમવિધિની લાઇનમાં આગળ જવા માટે 1500 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. વીડિયોમાં મૃતકના સંબંધો પાસે માંગ કરે છે. સ્મશાનમાં કોઇ મૃતદેહ નથી ત્યારે મહિલાઓએ વેઇટિંગમાં આગળ જવા માટે પણ રૂપિયાની માંગનો વીડિયો વાયરલ થતા જ ચકચાર મચી ગઇ છે. જો કે ZEE 24 Kalak આવીડિયોની પૃષ્ટી કરતું નથી.
બનાસકાંઠામાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો, ટપોટપ મર્યાં 5 દર્દી
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલ હોય કે દવા હોય દરેક જગ્યાએ ઉઘાડી લૂંટ ચાલી રહી છે. તેવામાં સ્મશાન પણ પાછળ રહેવા ન માંગતી હોય તેમ લાગી રહ્યું છે. સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેઓ બોલતા જણાય છે કે, તમે બોડી લાઇનમાં બહાર લાવવાનાં 1500 રૂપિયા પણ વેઇટિંગ છે. સ્મશાનના નિયમ પ્રમાણ અમે આપી દીધા હતા. 200 રૂપિયા પહેલા જ આપી દીધા હતા. સામેથી બેઠેલી મહિલાઓએ કહ્યું કે, તો અમે શું કરીશું. અમારી મહેનતનું નહી લેવાનું. તો સંબંધીઓએ જણાવ્યું તમે નોકરી પર છો તમને કોર્પોરેશન દ્વારા પગાર આપવામાં આવે છે. જેનાં જવાબમાં મહિલાએ કહ્યું કે, કોણ પગાર આપે છે ભાઇ કોર્પોરેશન નહી અહીં કોન્ટ્રાક્ટવાળા કામ કરી છે. કોન્ટ્રાક્ટર કેટલા રૂપિયા આપીને ઉંધા વળે છે તમને ખબર જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube