બનાસકાંઠામાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો, ટપોટપ મર્યાં 5 દર્દી

કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. 
બનાસકાંઠામાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો, ટપોટપ મર્યાં 5 દર્દી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. 
આ કારણે પુરવઠા અધિકારી સહિત તંત્રની દોડધામ વધી ગઈ છે. બનાસકાંઠાની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ઓક્સિજનની અછતને લઈ દર્દીઓના મોત થઈ રહ્યા છે.

તો બનાસકાંઠાના ડીસામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા એક જ હોસ્પિટલમાં 5 ના મોત થયા છે. આઇસીયુમાં સવારથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. ગઈકાલે પણ આજ હોસ્પિટલમાંથી 4 લોકોના નિપજ્યા મોત નિપજ્યા હતા. 

બનાસકાંઠામાં ટપોટપ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી મોતના સાચા આંકડા બહાર આવતા નથી. આ મામલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, અમારું સરકારી તંત્ર તરત જ સાચા આંકડા આપી દે છે. અમે કઈ છુપાવતા નથી. પ્રાઇવેટ હોસ્પિટલ તરફથી મોતના આંકડા અમને સમયસર મળતાં નથી. ખાનગી હોસ્પિટલ તરફથી મોતના આંકડા ન મળવાના કારણે આ સમસ્યા થતી હોય છે. અમે ખાનગી હોસ્પિટલો સાથે મળીને એવી વ્યવસ્થા બનાવવા જઈ રહ્યા છે કે મોતના સાચા અને સચોટ આંકડા તરત મળી રહે.

તો આ વચ્ચે પાલનપુરની ખાનગી કોવિડ હોસ્પિટલમા હોબાળો મચી ગયો હતો. દર્દીનું મોત થતા શગુન હોસ્પિટલમાં હોબાળો થયો હતો. હોસ્પિટલના સ્ટાફે મૃતકના સગાને માર માર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. હોસ્પિટલના સ્ટાફે મૃતકના સગાને જાહેરમા માર માર્યાના આક્ષેપ થયો છે. આ કારણે ડોક્ટર હાઉસમા આવેલી શગુન હોસ્પિટલ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ તબીબે મૃતદેહ પણ ન આપતા હોવાના આક્ષેપ ઉઠ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news