રાજપથ બાદ કર્ણવતી ક્લબમાં વિવાદ, મહિલાની છેડતીનો વીડિયો થયો વાયરલ
કર્ણાવતી કલ્બ પણ વિવાદમાં આવ્યું છે. સફાઇકર્મીનો હાથ પકડી છેડતી કરવામાં આવી છે.
અમદાવાદ: થોડા દિવસ અગાઇ અમદાવાદના પ્રતિષ્ઠિત ક્લબ રાજપથમાં સ્વિમિંગ શીખી રહેલી બાળકીને કોચ દ્વારા પટ્ટાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવા છતા પણ તે સ્વિમિંગ કોચની ધરપકડ કરવામાં આવી નથી. હવે કર્ણાવતી કલ્બ પણ વિવાદમાં આવ્યું છે. સફાઇકર્મીનો હાથ પકડી છેડતી કરવામાં આવી છે. જેનો વીડિયો વાયરલ થયો છે. જે અંગે કલ્બનું મેનેજમેન્ટ CCTV ફૂટેજના આધારે તપાસ કરશે.
અમદાવાદના પ્રતિષ્ઠિત કલ્બમાં મહિલા સુરક્ષિત નથી
અમદાવાદમાં આમતો પાંચ જેટલા પ્રતિષ્ઠિત ક્લબનો સમાવેશ થાય છે, જેના શહેરના મોટા ધનીક લોકો સભ્યો છે. ત્યારે આવા પ્રતિષ્ઠિત ક્લબમાંજ મહિલા સુરક્ષિત નથી તે સ્પષ્ટ પણ દેખાઇ રહ્યું છે. આ ક્લબોમાં મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે. શહેરના એસ.જી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબમાં પણ મહિલાની હાથ પકડી છેડતી કરવાનો વિડિયો વાયરલ થયો છે. જે મહિલાની છેડતી કરવામાં આવી છે. તે મહિલા કર્ણાવતી ક્લબમાં સફાઇ કરવાનું કામ કરે છે.