Loksabha Election 2024 : ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. પરંતુ ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે. જેને લઈને હવે અનુસુચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતુ કે, જે કાર્યક્રમમાં તેમનાથી બોલવામાં જીપ લપસી હતી એ એ કાર્યક્રમ કંઈ કામનો નહોતો. જી હા,,, તેમણે કહ્યું કે રાજકોટનો જે કાર્યક્રમ હતો તે અનાયોજિત કાર્યક્રમ હતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાનાં ભજન માટે ગયા હતા. પરંતુ એમાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા વિરુદ્ધ અરજી અપાઈ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પરસોત્તમ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા વંથલીના સામાજિક કાર્યકર અજય કુમાર નાનજીભાઈ વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇને ઉદ્દેશી લેખિત ફરિયાદ અરજી આપી છે. અરજીમાં જણાવ્યું હતું કે, 29 માર્ચના રોજ ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની માફી માગવાના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ તેમના વક્તવ્ય દરમિયાન ‘જે તે કાર્યક્રમ ( કે જે સમાજમાં કાર્યક્રમ હતો) તેના કોઈ કામનો ન હતો અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા’ તેવું બોલ્યા હતા. તેઓએ દલિતોનું અપમાન કર્યું છે. રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી’ આ પણ નર્યું જુઠાણું છે. દલિતોના કાર્યક્રમને ફાલતુ કહીને દલિતોનું અપમાન કર્યું હોય જેથી તેના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટરની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી અને ફરિયાદ અરજીની નકલ પોલીસ અધિક્ષકને પણ મોકલી હોવાનું જણાવ્યું હતું.


ગુજરાત કોંગ્રેસ હવે શ્રીરામના શરણમાં, અમિત ચાવડાએ ચૂંટણીમાં રમ્યું ક્ષત્રિય કાર્ડ


શિસ્તબદ્ધ પાર્ટીને ચચરી જાય એવી ટ્વીટ ભાજપના નેતાએ કરી, લાયક ઉમેદવાર માટે સવાલ કર્યા