અમદાવાદને સી પ્લેન બાદ હવે સુરતીઓને ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસની ગિફ્ટ
અમદાવાદીઓને સી પ્લેનની ગીફ્ટ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી હતી. જે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવ્યું હતું. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ મળી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. જેના કારણે આ ફેરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોડ ટ્રાફીક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યું છે. ભારતમાં આવા અલગ અલગ જળમાર્ગોની ઓળખ કરવામાં આવી રહી છે. આવા મહત્તમ માર્ગો પર અલગ અલગ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
સુરત : અમદાવાદીઓને સી પ્લેનની ગીફ્ટ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી હતી. જે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવ્યું હતું. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ મળી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. જેના કારણે આ ફેરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોડ ટ્રાફીક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યું છે. ભારતમાં આવા અલગ અલગ જળમાર્ગોની ઓળખ કરવામાં આવી રહી છે. આવા મહત્તમ માર્ગો પર અલગ અલગ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
સુરતના દિવડા ચમકાવશે કચ્છનું રણોત્સવ અને પીએમ મોદીનું આંગણું
બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી વધે તે માટે પીએમ8મી તારીખ પહેલા વર્ચ્યુઅલ રોપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે. એક ફેરી કોચીન, આસામ, બ્રહ્મપુત્રમાં શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, 7500 કિલોમીટર દરિયાકિનારે ભારત પાસે છે. જેમાં વધુને વધુ વોટર વે સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો શરૂ કરાશે. ઘોઘા-દહેજ સર્વિસ ચાલુ રહેશે બંધ નહી થાય. ઘોઘા અને દહેજની ફેરી સર્વિસ બંધ હોવાનું કારણ સમુદ્રની સ્થિતી બદલાઇ રહી છે. નર્મદાનું વહેણ બદલાતા આ સર્વિસ બંધ છે. ઘોઘા અને હજીરા સર્વિસ માટે હજીરામાં ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું.
લ્યો બોલો! પૂંઠા બનાવતી ત્યક્તાને GST વિભાગે પાઠવી રૂ 1.50 કરોડની નોટિસ
મનસુખ માંડવીયાએ વધારેમાં જણાવ્યું કે, પીપાવાવથી સુરત, સુરતથી દિવ, સુરતથી મુંબઇ, મુંબઇ પીપાવાવ વોટર વે દ્વારા જોડવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. દિવમાં ડ્રેજિંગ કરવાનું કામ હજી બાકી છે પરંતુ તેની કામગીરી પણ ચાલી રહી છે. દીવમાં ડ્રેજિંગ થઇ ગયા બાદ ક્રુઝ અને રોરો ફેરી સર્વિસ પણ ચાલુ કરવામાં આવશે.
ધરમ કરતાં ધાડ પડી, ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત
હજીરાથી ઘોઘા રો-રો ફેરીની ખાસિયત
- પેસેન્જરોની સાથે વાહનો લઇ જવામાં આવશે.
- એક સાથે 30 ટ્રક સમાવી શકાય તેવી વ્યવસ્થા
- 100 ટુ વ્હીલર સમાવી શકવામાં આવશે.
- 550 મુસાફરો આ ફેરી સર્વિસમાં મુસાફરી કરી શકશે
- ગમે તે વાતાવરણમાં આ ફેરી સર્વિસ ચાલી શકશે.
- પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સાથે કાર્ગો ટ્રાન્સપોર્ટેશનને ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube