કેતન બગડા, અમરેલી: તૌકતે વાવાઝોડાની તબાહી બાદ અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ ગામડાની સ્થિતિ સુધરી નથી. વીજળી વિહોણા બાદ પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોને પાણીના ટેન્કર પહોંચાડવામા તંત્ર નિષ્ફળ નીવડ્યુ છે. મોટાભાગના ગામડામા તંત્ર ગ્રામજનોને મદદ ન કરી શક્યુ કેટલાય ગામડા એવા છે જ્યાં કોઈ કર્મચારી ફરક્યું પણ નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરપંચો અને અગ્રણીઓ દ્વારા જ જાતે ગામડે ગામડે સ્વખર્ચે વ્યવસ્થા પુરી પાડી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના ઉંચેયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપસરપંચ દિલુભાઈ ધાખડા દ્વારા અહીં નવતર પ્રયોગ કરી પાણી ગામને આપી રહ્યા છે ગ્રામ પંચાયતના ઊંડા કૂવામાથી પાણી ખેંચી ખેંચી બહાર કઢાય છે. 

3 વર્ષ પહેલાં મૃત્યું પામેલા દાદા રસી લેવા પૃથ્વી પર પધાર્યા!!! મળી ગયું ઓનલાઇન સર્ટિફિકેટ


આ કૂવામાં વરસાદના કારણે કૂવો આખો ભરાય ગયો છે. જ્યારે વીજળી ન હોવાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના સરપંચ અને તેમની ટીમ દ્વારા ગામના કૂવામા એક નાનકડુ મશીન ઉતાર્યું છે. આ મશીનમાં પેટ્રોલ નાખવામા આવે છે અને પાણી ખેચાય રહ્યું છે. બાજુમાં રહેલા પશુ માટેના ખાલી હવાડા પણ ભરી રહ્યા છે અને હવાડા બાદ ટેન્કર ભરી ગ્રામજનોના ઘર ઘર સુધી પહોચાડી રહ્યા છે. જ્યારે દરોજ દિવસ દરમ્યાન પાણી માટે ગામના સરપંચનું ટેન્કર સતત ફેરા મારી મારી પાણી આપી રહ્યા છે.

માનવતાની મિસાલ: હિંદુ દિકરીના પાલક માતા-પિતા બન્યો મુસ્લિમ પરિવાર, કર્યું કન્યાદાન


કુવામાથી મોટી પાઇપો ગોઠવી હવાડા ભરવા માટે મોટી પાઇપો ગોઠવી છે ખાલી અવેડા ભરાય છે. જેથી ગામના પશુ પણ તરસ્યા ન રહે તે માટે નાનકડી ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા ઉભી કરી દીધી છે. જ્યારે આ નાનકડા મશીન એ કમાલ કરી દીધું છે પેટ્રોલ દ્વારા આ મશીન ચાલી રહ્યું છે અને ગામને વીજળી વગર પાણી પહોંચી રહ્યું છે.


દરોજ ટેન્કર 20 ફેરા કરે છે સરપંચ
ઉંચેયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ કહ્યું પાણી માટે શું કરવું લોકો ખૂબ હેરાન થાય છે. જેથી મેં ટેન્કર શરૂ કર્યા છે. કુવામાંથી પાણી બહાર કાઢી લોકોને અપાય છે. દરોજના 20 ટેન્કર પાણીના ફેરા મારે છે. મશીન ખાટલામાં મૂકી કુવામાં ઉતાર્યું. આ કાળઝાળ ગરમીમાં લોકોને કેવી રીતે તરસ્યા રાખવા અમારી પણ ફરજ છે જેટલી મદદ કરી શકીએ એટલી કરવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube