પાડોશી ધર્મ: હિંદુ દિકરીના પરિવારે માનસિક સંતુલન ગુમાવતા મુસ્લિમ યુગલ બન્યું પાલક માતા-પિતા, ઉપાડી લગ્નની જવાબદારી

યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ (મોચી) (Hindu Mochi) સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવી ઘરે બારે કરી દઈએ.

Updated By: May 30, 2021, 12:46 PM IST
પાડોશી ધર્મ: હિંદુ દિકરીના પરિવારે માનસિક સંતુલન ગુમાવતા મુસ્લિમ યુગલ બન્યું પાલક માતા-પિતા, ઉપાડી લગ્નની જવાબદારી

જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી (Amreli) જીલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા (Yunusbhai Chudesara) કે તેઓની બાજુમાં વિધિના વક્રતાનો શિકાર બનેલા ૬ (છ) સભ્યોનો હિન્દુ (મોચી) પરિવાર રહેતો કરતો હતો. જેમાં માં તથા એક દીકરો તેમજ એક દીકરી જે ૬ (છ) સભ્યો પૈકીમાં કાકા દાદા તથા ભાઈ અર્ધ મેન્ટલી માનસિક સંતુલન ગુમાવી બેઠ્યા હતા.  

જેમાં દીકરી યુવાનીના ઉંબરે પગ માંડતા બાજુમાં મુસ્લિમ (Muslim) પરિવાર યુનુસભાઈ ચુડેસરા તેમજ તેમના પત્નીને દીકરીની ચિંતા સતાવવા લાગેલી કે હાલ જમાનો ખુબજ ખરાબ હોય આ દીકરીનું શુ થશે? ત્યારે યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ (મોચી) (Hindu Mochi) સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવી ઘરે બારે કરી દઈએ.

કચ્છના ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીઓને મળશે નાગરિકત્વ, 2009માં પાકિસ્તાનથી આવ્યા હતા ગુજરાત

અન્યથા જો કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ. પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો હતો. અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધુ.

ત્રીજી લહેરમાં દરરોજ નોંધાઇ શકે 45,000 કોરોનાના કેસ, IIT એ Delhi સરકારને આપી ચેતવણી

દીકરીના પોતાના હિન્દુ (મોચી) (Hindu Mochi) સમાજમાં મુરતિયો ગોતવાની શરૂઆત કરી દીધી. જે કામ ખુબ જ અકલ્પનિયને અઘરું હતું. પણ કહેવાય છે ને કે કોઈ સારી ભાવના અને સારા વિચાર લઈને ચાલો એટલે કુદરતને પણ મદદરૂપ થવું પડે અને થયુ પણ એવુ જ કે દીકરી ને તેમની જ જ્ઞાતીના ભાવનગર (Bhavnagar) ના એક સુખી સમ્પન હિન્દુ (મોચી) પરિવારમાંથી માંગુ આવ્યું.
No description available.

જેમાં યુનુસભાઈ ચુડેસરા એ ખુબજ પોતાની સગી દીકરી હોય તે રીતે અંગત રસ દાખવી દીકરો (મુરતિયા) ને અને દીકરા પક્ષના લોકોને વિગતવાર દીકરીના ઘરની પરિસ્થિતિથી વાકેફ કર્યા. યુનુસભાઈ ચુડેસરાએ કહ્યું કે રાજી થાય તે જીવને પ્રસન્ન થાય તે શિવ. આવી લાગણી રાખીને આપણે આ વહેવાર કરવાનો છે અને દીકરીના મા બાપ તરીકે તમારે મને ઓળખવાનો છે. 

હું આ જીવન દીકરીની તમામ જવાબદારી ઉપાડીશ અને તમામ વહેવાર મારી સાથે કરવાનો છે. હુ મુસ્લિમ ઘાંચી (Muslim Ghachi) તમો હિન્દુ મોચી (Hindu Mochi) આપણે બન્ને અલગ અલગ સમાજના છીએ. છતા પણ આપણે આ કામ ઉકેલવાનુ છે અને આપણે બન્ને વચ્ચે વેવાઈના સંબંધે બધાંવવાનુ છે. તેવુ માનીને ચાલજો. 
No description available.
'વેક્સીનેશન નહી તો સેલરી નહી', તંત્રએ સરકારી કર્મચારીઓ માટે બનાવ્યો વિચિત્ર નિયમ

જેથી દીકરા વાળા સામા પક્ષે ખુબજ ઉદારતા વાદીને દિલદાર લોકો હોય તેઓએ પણ આ યુનુસભાઈ ચુડેસરાની વાતને ગંભીરતાથી લઈને દીકરા પક્ષ તેમના પરિવારના સભ્યોને આ વાતથી વાકેફ અને તેમના પરિવારના સભ્યોને પણ આ વાત પસંદ પડે હતી. અને બન્ને પક્ષ તરફથી કબુલ મંજુર રાખી હતી.  

ખુશખબરી! 11.8 કરોડ વિદ્યાર્થીઓના ખાતમાં પૈસા જમા કરશે સરકાર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

આ પ્રકારે યુનુસભાઈ ચુડેસરાએ દીકરી પક્ષ તરફથી તમામ પ્રકારની જવાબદારીઓ ઉપાડી લીધી અને સામા પક્ષને કહ્યું કે હું જ્યાં સુધી જીવુ છું ત્યા સુધી આ દીકરી મારી છે. અને તેમની તમામ જવાબદારી સાથે દીકરીને ઘરેબારે કરી એક માનવતાંની મિસાલ કાયમ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube