રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ `શહેન`શાહે ટ્વીટ કરી આભાર માન્યો
રાજ્યની 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. જેમાં ભાજપનું પ્રદર્શન ખુબ જ આક્રમક રહ્યું હતું. દુર દુર સુધી કોઇ બીજો પક્ષ જોવા નથી મળી રહ્યો. ભાજપ દ્વારા અનેક નવા ઉમેદવારો ઉતારાયા હોવા ઉપરાંત ઉંમરલાયક ઉમેદવારોને ટિકિટ નહી આપવા છતા અનેક પ્રયોગો હોવા છતા પણ ભાજપને જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ચુક્યા છે. શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગર : રાજ્યની 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. જેમાં ભાજપનું પ્રદર્શન ખુબ જ આક્રમક રહ્યું હતું. દુર દુર સુધી કોઇ બીજો પક્ષ જોવા નથી મળી રહ્યો. ભાજપ દ્વારા અનેક નવા ઉમેદવારો ઉતારાયા હોવા ઉપરાંત ઉંમરલાયક ઉમેદવારોને ટિકિટ નહી આપવા છતા અનેક પ્રયોગો હોવા છતા પણ ભાજપને જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ચુક્યા છે. શાનદાર જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા.
વર્ષો જૂના સંબંધોને લાગ્યુ લાંછન, જ્યારે મિત્રએ જ મિત્ર સાથે કર્યો વિશ્વાસઘાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને અનુશાસનને દ્રઢતાથી માને છે અને પ્રેમ કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતી જનતાને નમન કરૂ છું. શહેરી અને ગ્રામીણ ગુજરાતને સર્વાનુમતે સંદેશો આપ્યો છે. ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની પ્રશંસા કરૂ છું અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરૂ છું. અમારી પાર્ટી ગુજરાતના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે.
Final Result : તમામે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જાણો એક ક્લિક પર
ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો અને ખેડૂતોએ ભાજપને વિજયી બનાવીને સરકારી કલ્યાણકારી નીતિઓ પર વિશ્વાસની મહોર લગાવી છે. હું જનતાને નમન કરૂ છું. આ ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર પાટીલ અને દરેકે દરેક કાર્યકર્તાને અભિનંદન. આ વિજય ગરી, ખેડૂતો અને ગામડાના વિક્સા અને કલ્યાણને સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત ભાજપ સરકારોમાં જનતાના અતુટ વિશ્વાસની જીત છે. મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારો દેશનાં ગરીબ, ખેડૂતો અને વંચિત સમાજના કલ્યાણ અે સમાજ અંગે કટિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube