બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાના પેટલાદ તાલુકાના રાવલી ગામમાં 21 વર્ષીય પરિણીતાનું મૃત્યુ થતા પરિણીતાનાં ભાઈ અને પિયરના પરિવારજનોએ પરિણીતાને ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી મહેળાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આજે કબર ખોદી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!


બોરસદની જાયેદા ઉર્ફે નસીમ નામની યુવતીના લગ્ન આજથી અઢી વર્ષ પૂર્વે રાવલી ગામના વારીસશા મહંમદશા દીવાન સાથે સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા, ગત તા.11મી ફેબ્રુઆરીનાં રોજ જાયેદા ઉર્ફે નસીમનાં ભાઈ ગુલાબશા સલીમશા દિવાનને સંદેશો મળ્યો હતો કે તેમની બહેન જાયેદા ઉર્ફે નસીમ ઘરમાં પડી જતા મોત નીપજ્યું છે. જેથી વારીશશા અને પરિવારજનો સગા વહાલા સાથે રાવલી ગામે દોડી ગયા હતા.


રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


ગુલાબશા અને તેમના પરિવારજનોને મૃતક જાયેદા ઉર્ફે નસીમનો  સંપૂર્ણ ચહેરો બતાવવામાં આવ્યું ન હતું. જેથી શંકા જતા તપાસ કરતા મૃતકનાં ગળા પર ફાંસો આપ્યાના નિશાન જણાતા તેઓએ પોલીસને જાણ કરવા જણાવતા સાસરીઓ દ્વારા કઈ થયું નથી. તેમ કહી ગામના આગેવાનોને બોલાવી કશું કરવાની ના પાડી હતી અને મૃતક પરિણિતાનાં પિયેર પક્ષનાં સગાવ્હાલાઓની કોઈ વાત સાંભળ્યા વગર જ ઝડપથી કબ્રસ્તાનમાં દફનવિધિ કરી દેવામાં આવી હતી. 


ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો


દફનવિધીની ઘટનાનાં બીજા દિવસે આ બનાવ અંગે ગુલાબશા સલિમશા દિવાનએ મહેળાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આજે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેની હાજરીમાં રાવલી ગામનાં કબ્રસ્તાનમાં  મૃતકની કબર ખોદીને જાયેદા ઉર્ફે નસીમનાં મૃતદેહને કબરમાંથી બહાર કાઢયો હતો અને પોષ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો અને જયાં પેનલ ડોકટરો દ્વારા પોષ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 


ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ


આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને સંતાન થતા નાં હોઈ તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરંતુ જો આત્મહત્યા હતી તો સાસરિયા દ્વારા પોલીસને જાણ કર્યા સિવાય દફન કેમ કરી દીધી, તેમજ મૃતકના પિયરના સગા દ્વારા પોલીસને જાણ કરવા જણાવ્યું હોવા છતાં સા માટે પોલીસને જાણ કરવામાં ના આવી તે સવાલો ઉભા થયા છે.