`કર્મની સજા અહીં જ ભોગવવી પડે છે`, રાજ શેખાવતની અટકાયત બાદ આ અભિનેત્રીની પોસ્ટ વાયરલ
અભિનેત્રી ઉર્વશી સોલંકીએ રાજ શેખાવત દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અને આજે રાજ શેખાવતની એરપોર્ટ પર થયેલી અટકાયતનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ‘જ્યારે આ દુનિયાને એક દૈવીય શક્તિ જ સંભાળી રહી છે. તમે કેવી રીતે એક મહિલાની ઈજ્જત ઉતારી શકો અને તેને ચેલેન્જ કરી શકો. કર્મા કોઇને છોડતુ નથી.
Loksabha Election 2024: કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. જો કે અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે અભિનેત્રી ઉર્વશી સોલંકીએ એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. હાલ આ અભિનેત્રીની ટ્વીટ જોરદાર વાયરલ થઈ રહી છે અને તેની ચર્ચા પણ થઈ રહી છે. હવે તમારા મનમાં એક સવાલ થશે કે આ કઈ અભિનેત્રી છે અને તેણે રાજ શેખાવત સાથે શું કનેક્શન છે?
તો અમે તમને જણાવી દઈએ કે આ એજ અભિનેત્રી છે જેણે ગત વર્ષે નવરાત્રી દરમિયાન ગરબામાં વિવાદીત નિવેદન આપીને વિવાદમાં આવી હતી. આ વિવાદમાં ક્ષત્રિય આગેવાન રાજ શેખાવતે પણ એક પોસ્ટ કરી હતી અને તેમાં અભિનેત્રીનો મોબઈલ નંબર અને સરનામું માગ્યું હતું અને આડકતરી ધમકી પણ આપી હતી. પરંતુ આજે ક્ષત્રિય નેતા રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ અભિનેત્રીએ કર્મા વિશે વાત કરી હતી.
અભિનેત્રી ઉર્વશી સોલંકીએ રાજ શેખાવત દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અને આજે રાજ શેખાવતની એરપોર્ટ પર થયેલી અટકાયતનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ‘જ્યારે આ દુનિયાને એક દૈવીય શક્તિ જ સંભાળી રહી છે. તમે કેવી રીતે એક મહિલાની ઈજ્જત ઉતારી શકો અને તેને ચેલેન્જ કરી શકો. કર્મા કોઇને છોડતુ નથી. દરેકનો હિસાબ થાય છે પછી તે સાચુ હોય કે ખોટું. હેપ્પી નવરાત્રી, તે દિવસે પણ ભાઈ નવરાત્રી હતી અને આજે પણ નવરાત્રી જ છે.’
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવરાત્રીના ગરબા દરમિયાન અભિનેત્રી ઉર્વશી સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. અભિનેત્રીના આ નિવેદનના કારણે રાજ્યમાં ઘણો વિવાદ થયો હતો.
જોકે વિવાદ બાદ ઉર્વશી સોલંકીએ કહ્યું હતું કે, હું પણ મા દુર્ગાની ભક્ત છું, મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરાયા છે.