દિનેશ ચંદ્રવાડીયા, રાજકોટઃ જેને આદર્શ માનીને પૂજ્યા હોય, જેના જેવાજ પોતાના ઘરના બાળકો થાય તેવા આશય સાથે જે બાળકોને ઘરની બહાર ગુરુકુળમાં અભ્યાસ કરાવવામાં આવતો હોય અને એજ સંતના નામે પાખંડી નીકળે તો પરિવાર પર જાણે કે આભ ફાટી નીકળે. રાજકોટના ખીરસરા ગામે સંતોની પાપલીનાના ચીઠ્ઠા ખુલ્યા પછી હવે ત્યાના ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિવારો પાછા લઈ જઈ રહ્યાં છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે શાળાઓ અને હોસ્ટેલ્સ અત્યારસુધી વિદ્યાર્થીઓથી ધમધમતી હતી. જે વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગૂંજતી હતી તે હવે સૂમસામ ભાસી રહી છે. ત્યાં હવે વિદ્યાર્થીઓના નહીં વાલીઓના ટોળા જોવા મળી રહ્યાં છે, અને કારણ છે પાખંડી સાધુઓની પાપલીલા. રાજકોટના ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળમાં સામે આવેલી યુવતિની દૂષ્કર્મની ઘટના બાદ હવે ગુરુકુળ ખાલી થવા લાગ્યું છે..વાલીઓ પોતાના બાળકોને અહીંથી લઈ જઈ રહ્યાં છે અને ગુરુકુળ હલે સૂમસામ ભાસી રહ્યાં છે.


આ પણ વાંચોઃ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, બાળકીના અપહરણ કેસમાં એક વર્ષ બાદ ઝડપાયો આરોપી


ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ખીરસરા ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નામની સંસ્થા આવેલી હોય જેમાં પ્રાઇમરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તેમજ તેમની અન્ય એક સંસ્થા થોડા કિલોમીટરના અંતરે આવેલ જામટીંબડી ગામે પણ દીકરીઓ માટેની એક ગર્લ્સ હોસ્ટેલ પણ ચલાવવામાં આવે છે. હાલ આ અંગે વાલીઓને તેમજ સંચાલકોને પૂછતા તેઓ મિડીયા આગળ કઈપણ બોલવા તૈયાર નથી..
 
ધર્મના નામની પછેડી ઓઢી પ્રજાને છેતરતા અને પાખંડ ચલાવતા આવા કહેવાતા સંતોની સામે સંપ્રદાય તેમજ પોલીસ દ્વારા કોઈ કડક પગલા ભરવામાં આવે તે ખૂબજ મહત્વનું છે..કદાચ તો જ આવા શેતાન પાખંડીઓની શાન ઠેકાણે આવશે અને ભોળા ભક્તોને લૂંટવાનો અન છેતરવાનો સિલસિલો અટકશે.