તેજશ મોદી/સુરત: લોકસભા ચૂંટણીની પડધમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ પ્રચાર માટે અનેક ટેકનિકોનો ઉપયોગ કરીને લોકોમાં તેમનું પ્રભુત્વ અને લોકોને આકર્ષવા માટે અનેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને લોકોમાં ઇલેક્શનનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં નરેન્દ્ર મોદી બાદ પ્રિયંકા ગાંધીના ફોટો વાળી સાડીનું પણ ધૂમ વેચાણ શરૂ થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાપડ માર્કેટમાં પ્રિયંકાના ફોટો વાળી સાડીના ઓર્ડર મળવા લાગ્યા. યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા શહેરોમાંથી સાડીના ઓર્ડર મળતા વેપારીઓંમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધી અત્યારે રાજકારણમાં સક્રિય થતા કોંગી કાર્યકર્તાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, હવે 26 ફેબ્રુઆરીથી શારીરિક કસોટી


સુરત માર્કેટમાં અનેક વાર સાડીઓમાં ભાજપ કોગ્રેસના સીમ્બોલ વાળી સાડી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર વાળી સાડીઓ ફરતી થઇ છે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવવાના છે. ત્યારે પ્રિયંકાના ગુજરાત પ્રવાસ પહેલા તેની તસવીરો વાળી સાડીઓ બજારમાં ધુમ મચાવી રહી છે.