મૌલિક ધામેચા/અમદાવાદ : વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક અનોખી ફરિયાદ નોંધાઇ છે. સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટની બારોબાર વેચવાના ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાય છે. જોકે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી


પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે મુકેશ ભરવાડ. તેનો સાગરીત ચિરાગ ભરવાડ જે હાલ ફરાર છે. આ બંને શખ્સો ભેગા મળીને સરકારી તળાવને પોતાનો પ્લોટ બનાવીને બારોબાર વેચી દેવાના હતા. જોકે અંગેની હકીકત ફરિયાદીને થતા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.


જામનગરની કોરોના હોસ્પિટલને ખંભાતી તાળા, એક પણ દર્દી નહી હોવાથી લેવાયો નિર્ણય


ઘટના અંગે વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલી સરકારી તળાવની જમીનને મુકેશ અને ચિરાગ ભરવાડ પોતાની બનાવી ચૂકેલા. એટલું જ નહીં તે જમીનના ખોટા કરાર બનાવીને ખાનગી પ્લોટ પોતાનો હોવાનું પણ લોકોમાં કહેતા હતા. જેને પગલે ફરિયાદીને આ પ્લોટ ખરીદવાનો હોવાથી એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની લેતી દેતી વિશાલા હોટલ પાસે થઈ હોવાથી ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો. અને આખરે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો વાસણા પોલીસ ગણતરીના કલાકોમાં એક આરોપી મુકેશ ભરવાડની ધરપકડ કરી છે.  ત્યારે જોની રહ્યું કે આ કેસમાં સંડોવાય ચિરાગ ભરવાડ ક્યારે પકડાય છે અને અન્ય શું નવા ખુલાસા થાય છે? 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube