Gujarat Monsoon 2024: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. ચોમાસાની સીઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમ થી શરૂઆત થયો છે ને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરુ થયું હોય તેમ લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી હતી. જોકે, અંબાજીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા, પણ વરસાદ વરસતો ન હતો. જયારે અંબાજી પંથકમાં આ વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


ખેડૂતો માટે સારા સમાચારઃ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. 


હવામાન વિભાગની 12 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે...આજે વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છેકે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે.


દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. 


હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.