સિવિલ હોસ્પિટલની બેદરકારી, 8 મેએ દર્દીનું મોત, પરિવારને ન મળી કોઈ જાણકારી
પોરબંદરના એક દર્દીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8 મેએ મૃત્યુ થયું અને પરિવારજનોને 13 મેએ જાણકારી મળી છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. શહેરમાં કોરોના વાયરસની સારવાર સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં એક દર્દીનું ગત 8 મેના રોજ મૃત્યુ થયું હતું. પરંતુ તેનો પરિવાર આ બાબતથી અજાણ રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો
4 મેના રોજ પોરબંદરના એક દર્દીને સિવિલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 5 મેના રોજ આ દર્દીને કેન્સર હોસ્પિટલમાંથી 1200 બેડની હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ વ્યક્તિનું 8 તારીખે મોત નિપજ્યું હતું. જો કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દર્દીના મોતથી તેનો પરિવાર અજાણ હતો. તેના સુધી કોઈ માહિતી પહોંચી શકી નથી. ત્યારબાદ પોરબંદરથી આવતા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પણ આ દર્દી વિશે હોસ્પિટલમાંથી માહિતી માગવામાં આવી હતી. ત્યારે સિવિલના તંત્રએ 12 તારીખે તેમની પાસે કોઈ માહિતી ન હોવાનો જવાબ આપ્યો હતો. પરિવારજનોએ પણ સિવિલ હોસ્પિટલની કાર્યવાહી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
કાર પર બેસતા કૂતરાનો આવ્યો કરૂણ અંજામ, આખો કિસ્સો વાંચીને તમારું લોહી ઉકળી જશે
હોસ્પિટલની આ બેદરકારી બાદ હોસ્પિટલના ઓફિસર ઓ સ્પેશિયલ ડ્યુટી એમ. પ્રભાકરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 4 મેના રોજ આ દર્દી પોરબંદરથી આવ્યો હતો. ત્યારબાદ પાંચ મેના રોજ તેને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો જે નેટેગિટ આવ્યો હતો. સારવાર દરમિયાન આ દર્દીનું 8 મેના રોજ મોત થયું હતું. ત્યારબાદ તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરિવારજનોના આપેલા ફોન નંબર અને હોસ્પિટલ કેમ્પસમાં પણ તેના સ્વજનોની શોધ કરવામાં આવી હતી. તેના પરિવારજનોનો સંપર્ક ન થઈ શકતા તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. હવે આજે તેના પરિવારજનો આવતા મૃતદેહની ખરાઇ કરીને સોંપી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર