અઘોરીએ ભૂવાને કહ્યું પત્નીના આડા સંબંધો છે અને પતિએ કરી નાખી હત્યા
શહેરના વિરમગામમાંથી મળેલી બિનવારસી લાશ મામલે મોટો ખુલાસો થયો છે. મરનારની હત્યા કરી લાશને ફેકી દેવામાં આવી હતી. હત્યા પાછળ જુનુ પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે. મરનારની પત્નીની સહેલી સાથે મરનારને પ્રેમ હતો. આરોપી ઉજ્જૈન જઇને અઘોરીને મળી આવ્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ : ભુવાજી પરિવાર સાથે ઉજૈન ફરવા ગયા અને જ્યોતિષએ ભુવાનો હાથ જોઈને કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજી એ મિત્રો સાથે મળીને પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાખી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુખ્ય આરોપી સહીત છ હત્યારાની ધરપકડ કરી છે.
સુરતના ભુવાએ પોતાની હસ્તરેખા દેખાડી અને પત્નીનો પહેલો પ્રેમ સામે આવ્યો પત્નીના લગ્ન પહેલા પ્રેમીની હત્યા પતિએ કરી નાખી હતી. 20 વર્ષ બાદ પતિએ પૂર્વ પ્રેમીની હત્યા કરી જ્યોતિષએ હસ્તરેખા જોઈને પત્નીના પહેલા પ્રેમની ભવિષ્યવાણી કરી પત્નીના પ્રેમીએ 20 વર્ષ બાદ પહેલા પ્રેમીની શોધ કરી હત્યા કરી હતી. 20 વર્ષ બાદ પત્નીએ પહેલા પ્રેમીની કબૂલાતનો અંજામ હત્યા ભુવા આરોપીએ હત્યા કરવા માટે મિત્રો અને સગા સાળાની મદદ લીધી અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પતિ સાળા સહીત છ આરોપીઓની ધરપકડ કરી હતી. પત્ની અને પૂર્વ પ્રેમીએ છેલા 20 વર્ષથી સંપર્કમાં પણ ન હતા.
જો આ ઘટનાની શરૂવાતની વાત કરીએ તો ગઈ તારીખ 06/11/2020 ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો કે એક અજાણ્યા પુરુષનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ વિરમગામ - માલવણ હાઇવે પરના નર્મદા કેનાલમાં મળી આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ મેસેજના આધારે સ્થાનીક પોલીસ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. સૌથી પહેલા મૃતક કોણ છે એ તપાસમાં લાગી ગઈ હતી ત્યારે જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટિમો પણ તપાસમાં લાગી ગઈ હતી. આ મૃતક કોણ છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ મૃતક ભાવનગરના કરદેજ ગામનો વતની છે. જેનું નામ રાજુ હાડા છે અને કરિયાણાની દુકાન ધરાવે છે. પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ત્યારે પોલીસને શંકા ગઈ કે મૃતક રજુ હાડાનો મૃતદેહ અહીંયા આખરે કઈ રીતે આવ્યો. LCB એ મૃતકના પરિવારની તપાસ કરતા માલુમ થયું હતું કે, ગત તારીખ 29/10/2020 ના રોજ મૃતક રાજુ હાડા પોતાના સસરાની તબિયત પૂછવા માટે મોટરસાઇકલ લઇને આણંદના ભેટાસી ગામ ખાતે ગયા હતા. 1/11/2020 ના રોજ સવારે પોતાના ઘરે ભાવનગરના કદરેજ ખાતે નીકળયા હતા પણ સાંજ સુધી પરતના આવતા સાસરિયા પક્ષ તરફથી ગુમ થયાની ફરિયાદ આણંદના આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી, ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી માટે સૌથી મોટો સવાલએ હતો કે આખરે મૃતક રાજુ હાડાની હત્યા કોણે અને ક્યાં સંજોગો માં કરવા માં આવી છે. ત્યારે જ એલસીબીએ તપાસ વધુ તેજ કરી અને એક મહત્વની કડી હાથ લાગી હતી કે મૃતકનું મોસાળ પણ આણંદના આંકલાવ ગામમાં જ છે અને બાળપણથી લઈને યુવાની સુધી વધુ અવરજવર રહેતી હતી. ત્યારેજ મૃતક રાજુ હાડાને પહેલો પ્રેમ મીનાબેન ઉર્ફે મઠી ભરવાડ સાથે થયો હતો. આ પ્રેમના કારણે જ હત્યા થઇ છે. આ હત્યા અન્ય કોઈ નહિ પણ પૂર્વ પ્રેમિકાના પતિ શેલા ભરવાડ સાળા દોલા ભરવાડ મિત્ર ભરત ભરવાડ સહીતના છ લોકો એ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube