રાજકોટ : કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાની આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ સમયે કેન્દ્રના નવા કૃષિ બિલ બાબતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. નવા કૃષિ બિલથી ખેડૂતોને જબરજસ્ત ફાયદો થશે, તેમ રૂપાલાએ જણાવ્યું હતું .મગફળી ખરીદીને લઈને વજનના નિયમો હળવા કરવા બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે તેમ મંત્રી પરસોતમ રૂપાલા અને સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ માસ્ક વેચીને આત્મનિર્ભર બન્યા આ સુરતી ભાઈ


કેન્દ્રીય કૃષિ મંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂતને નેતા પરષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં કૃષિ બિલને લઇને પત્રકાર પરિષદ કરી હતી. કૃષિ બિલ બાબતે રૂપાલાએ જણાવ્યું હતું કે આ બિલ ખેડૂતોના હિતમાં છે અને વિરોધ કરવાવાળા વિરોધ કરશે. ખરેખર ખેડૂતોનો વિરોધ નથી. વિરોધ કરવા માટે અમુક લોકો ખેડૂતોને પ્રેરી રહ્યા છે. રૂપાલાએ કોંગ્રેસ પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા હતા.


સુરતમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ, ગાડી સળગાવીને છરા વડે હુમલાનો બનાવ


ચાલુ વર્ષે સતત વરસાદના કારણે મગફળીના વજન ઘટાડો થશે. તેમ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાને રજૂઆત કરી હતી. સરકાર દ્વારા ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી ત્યારે બારદાનમાં 30 કિલો મગફળીના વજનનો નિયમ હતો. ત્યારે ચાલુ વર્ષે વરસાદના કારણે ખેડૂતોએ વહેલી મગફળી ઉપાડી લીધી છે. અને વજનમાં ઘટાડો આવશે ,તેમ સાંસદ મોહન કુંડારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, સાથે જ મોહન કુંડારિયાની રજૂઆત બાદ કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું હતું કે સાંસદની વાત સાચી છે. આ બાબતે હું કેન્દ્ર સરકારને રજૂઆત કરીશ કે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને વજનમાં રાહત આપવામાં આવે.બારદાનના વજનના નિયમમાં ફેરફાર કરીને 30 કિલોને બદલે 25 કિલો કરવામા આવે.


અમદાવાદમાં પડ્યા હાથરસના પડઘા, પીડિતાને ન્યાય અપાવવા રસ્તે ઉતર્યા લોકો


સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડતાં ચાલુ વર્ષે મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે  મગફળી ખરીદી આગામી 21 તારીખ થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતોના હિતમાં વર્તમાન કુદરતી પરિસ્થિતિને લઈને સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા જો રાહત આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube