અતુલ તિવારી/ગાંધીનગર: આજે મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ મોદીનું સ્વપ્ન અને સંકલ્પ છે કે ખેડુતોની આવક ડબલ કરવી, હાલ આ દિશામાં ગુજરાત સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણું પણ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ઉમેર્યું હતું કે અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના જે 4 જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું એના માટે કિસાન રાહત પેકેજ જાહેર કરાયું હતું. 23 તાલુકાના 682 ગામના ખેડૂતોને લગભગ 587 કરોડના અંદાજિત ખર્ચવાળી રાહત પેકેજનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડની રકમ ખેડૂતોને સીધી રકમ ખાતામાં અપાઈ છે. આ રીતે રાજ્ય સરકારની ખેડૂતોને મદદૂપ થવાની નીમ વ્યવસ્થિત રીતે થઈ રહી છે.


તેમણે ઉમેર્યું હતું કે, મગફળીના ટેકાના ભાવમાં હાલ તો વ્યવસ્થિત રીતે કામ થઈ રહ્યું છે. પરંતુ ક્યાંય ગેરીરિતી જણાશે કે હશે તો તેવા વ્યક્તિઓ પર પાસા હેઠળ કાર્યવાહી થશે. રવીપાકની સિઝનમાં ખાતર મળી રહે એવા પ્રયાસ રાજ્ય સરકારનો રહેશે. રાજ્ય સરકારે કેન્દ્રમાં જે ખાતરની જરૂર હતી એની ડિમાન્ડ મૂકી હતી અને રાજ્યના પનોતા પુત્ર અને મંત્રી મનસુખ માંડવિયાની મદદથી જરૂરી ખાતરની પૂરતી થઈ છે, હાલ રાજ્યમાં ખાતરની કોઈ સમસ્યા નથી. બીજી બાજુ ખાતરના કાળા બજારી ના થાય એવા પણ પ્રયત્ન રહેશે.


ભાજપનો આંતરિક જૂથવાદ સ્નેહ મિલનમાં પહોચ્યો: રૂપાણી- ધારાસભ્યની વાતમાં MP વચ્ચે પડતા બેસવા કહ્યું પછી....


તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખાતરનો જથ્થો હોવા છતાં ના આપે અથવા કાળા બજારી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાસા હેઠળ કાર્યવાહી કરીને તેની સામે નિયમ મુજબ 7 વર્ષની સજાની જોગવાઈ છે એ મુજબ પગલાં ભરીશું. પશ્ચિમ ભારતમાં પહેલી વાર ડાંગમાં પ્રાકૃતિક ખેતીના જિલ્લા તરીકે 19 તારીખે રાજ્યપાલની હાજરીમાં કાર્યક્રમ થશે.


કૃષિમંત્રી રાઘવજી પટેલે ડાંગની વાત કરતા જણાવ્યું હતું કે અહીં રાસાયણિક ખાતર અને જંતુમુક્ત ખેતીનો અભિગમ અપનાવાઈ રહ્યો છે. 


ગુજરાતમાં ખળભળાટ: ભરૂચમાં 100 હિન્દુઓને લંડનમાંથી લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યો


મગફળીની ખરીદી મામલે દરેક ખેડૂતને 20 હજાર રૂપિયાની મર્યાદામાં રાજ્ય સરકાર મદદ કરી રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળી એટલે ખરીદી કેમ કે 20 કિલોના 1100થી ઓછા ભાવ ના મળે અને આર્થિક નુકસાન ના થાય. ઇતિહાસમાં ના મળ્યા હોય તેવા મગફળીનો ભાવ આ વર્ષે મળ્યા છે. કાલે જામનગર યાર્ડમાં 1600ના ભાવે મગફળી વેચાઈ હતી.


બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે, કપાસનો પણ ભાવ રેકોર્ડ સ્તરે નોંધાયો છે, અને તેનો સીધો લાભ ખેડૂતોને થઈ રહ્યો છે. રાજ્ય સરકારે રવીપાકના વાવેતર માટે ખાતરની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી હતી. જેમાં યુરિયા 13 લાખ 50 હજાર ટન સામે 12 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે. જ્યારે ડીએપી ખાતરમાં 3 લાખ સામે 2 લાખ 50 હજાર ટન ખાતરનો જથ્થો મંજુર કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube