ખળભળાટ: વિદેશી ભંડોળથી 100થી વધુ આદિવાસીઓએ ઇસ્લામ કબૂલ્યો, ભરૂચમાં 9 સામે ફરિયાદ 

આમોદના કાંકરિયા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 100થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા પોલીસ ફરીયાદ થઈ છે.

ખળભળાટ: વિદેશી ભંડોળથી 100થી વધુ આદિવાસીઓએ ઇસ્લામ કબૂલ્યો, ભરૂચમાં 9 સામે ફરિયાદ 

ભરત ચુડાસમા/ ભરૂચ: ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામના આદિવાસીઓને પૈસાની લાલચ આપીને કથિત રીતે ફસાવવા બદલ લંડન સ્થિત સ્થાનિક વ્યક્તિ સહિત નવ લોકો સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે સોમવારે આ ઘટનાની જાણકારી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમોદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વસાવા હિન્દુ સમુદાયના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓ જે તમામ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના રહેવાસી છે, તેમને પૈસા અને અન્ય પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીની આપેલી માહિતીના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ધર્માંતરણનો મુ્દો ભરૂચ જિલ્લામાં પહોંચ્યો છે. આમોદના કાંકરિયા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 100થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા પોલીસ ફરીયાદ થઈ છે. 9 ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં વિદેશ(લંડન) માંથી ધર્મપરિવર્તન માટે ફન્ડિંગ થતું હોવાનું સામે આવ્યું છે. વસાવા પરિવારોને મુસ્લિમ બનાવવા માટે ભરુચમાં ફન્ડિંગ કરાયુ હતું. આ ઘટનાને પગલે આમોદ પોલીસમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ હતી. 

દિયોદરમાં કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકરોનું મોટું નિવેદન, '...તો હું મારી સીટ છોડવા તૈયાર છુંટ' 

આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે, જેમાંથી એક હાલમાં લંડનમાં રહે છે અને તેનું નામ હાજી અબ્દુલ છે, જે ધર્મ પરિવર્તનના હેતુથી વિદેશમાંથી પૈસા એકઠા કરે છે. આરોપી વ્યક્તિઓએ આદિવાસી સમુદાયના સભ્યોની નબળી આર્થિક સ્થિતિ અને નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને લાંબા સમય સુધી ધર્માંતરણની લાલચ આપી હતી.” આ 9 લોકો સામે ગુજરાત સ્વતંત્રતા ધર્મ (સુધારા) અધિનિયમ અને IPCની કલમ 120B, 153B અને C અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news