ઝી બ્યુરો/અમદાવાદ: ડોક્ટરને ભગવાનનો બીજો સ્વરૂપ ગણવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સામાં બચાવનાર ડોક્ટર જ ભક્ષક બની જાય છે. ત્યારે અમદાવાદમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીનો બનાવ બન્યો છે. જી હા...ગર્ભમાં રહેલા બાળક માટે મહિલા એસવીપી હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાયનેક વિભાગના ડોક્ટરે મહિલા સાથે શારરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી આ જિલ્લામાં થશે વરસાદ, બે મહિનામાં વાતાવરણમાં પલટો-વંટોળ જેવી મુશ્કેલી


સગર્ભા મહિલાની છેડતીનો આરોપ 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સાથે છેડતી થઈ છે. એક ગર્ભવતી મહિલા મેડિકલ ચેકઅપ માટે ગઈ હતી. તે દરમિયાન ગાયનેક વિભાગના ડોક્ટરે સોનોગ્રાફીનો રિપોર્ટ કરતી વખતે સર્ગભા મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સોનોગ્રાફી કરનાર તબીબે મહિલાના શરીરે ગંદી રીતે અડપલાં કરી છેડતી કરી હતી. ત્યારબાદ મહિલા સોનોગ્રાફી પૂર્ણ કરાવ્યા વિના નીકળી ગઈ હતી. આ ઘટના વિશે પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 


IPL 2024: ઓપનિંગ મેચ સાથે જોડાયેલું છે 'બેડ લક', ધોની અને કોહલી માટે નથી સારા સમાચાર


પોલીસે તપાસ હાથ ધરી
અત્યારે છેડતીની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે. જે સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આક્ષેપ ખૂબ જ ગંભીર છે. કારણ કે રક્ષક જ ભક્ષક બનશે તો શું?  


'જો તમે મૃત્યુ પામો તો તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો, પણ જો મૃત્યુ પછી જીવવું હોય તો