મૌલિક ધામેચા/અમદાવાદ: પત્નીના અનૈતિક સંબંધમાં પતિએ ઘર તો છોડ્યુ અને હવે ગુનેગાર પણ બન્યો હતો. નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો કર્યો પ્રયાસ કર્યો પરંતુ પ્રેમીનો સદનસીબે બચાવ થયો હતો. પત્ની અને પાડોશી વચ્ચે ચાલતા અનૈતિક સબંધનો બદલો લેવા પતિએ રચ્યો હતો ખૂની ખેલ. શુ છે સમગ્ર મામલો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ ખુબ જ ભારે!


પોલીસ ગિરફતમાં રહેલ દિનેશ આહીરને તેની પત્નીના અનૈતિક સંબંધ રાખનાર પર ફાયરિંગ કર્યું. નિકોલમાં મોડી રાત્રે દીનેશએ પ્રવીણ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત પ્રેમી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાની વિગતવાર કર્યે તો અમદાવાદના નિકોલમાં રહેતા 42 વર્ષીય પ્રવીણ પ્રજાપતિ હીરા લે વેચનું કામ કરે છે. પ્રવીણભાઈનો સંપર્ક દિનેશ આહીર સાથે થયો હતો. દિનેશ આહિરની મદદથી તેમને નિકોલના ખોડીયારએ એપાર્ટમેન્ટના લીધું હતું.


ભઇ, કોરોના ફરી આવ્યો સમજો! ગુજરાતમાં કોરોનાએ હદ્દ વટાવી,આજના કેસ જાણી ધ્રાંસકો લાગશે


દિનેશ આહીર તેમના પત્ની સાથે તે જ ફ્લેટમાં રહેતા હતા.સાથે રહેવા આવ્યા બાદ પ્રવીણ પ્રજાપતિ અને દિનેશના પત્ની ચંદ્રિકાનો પણ સપર્ક થયો હતો બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ થયો હતો. આ પ્રેમ સબંધ લાંબો સમય ચાલ્યો નહતો કારણે પ્રવીણની પત્ની જાણ થઈ હતી. જે બાદ દિનેશભાઈ ઘર ખાલી કરીને સુરત જતા રહ્યા હતા. પરતું દિનેશના મનમાં પત્નીના પ્રેમી સાથેનો બદલો લેવાની ભાવનાએ હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું.


દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપ


આરોપી દિનેશ 7 વર્ષ પછી પત્નીના અનૈતિક સંબંધનો બદલો લેવા અમદાવાદ આવ્યો હોવાનું પૂછપરછ સામે આવ્યું છે.આરોપી દિનેશએ કબૂલાત કરી હતી કે ગઈકાલે સુરત થી અમદાવાદ આવીને દિવસ દરમિયાન પ્રવીણ ઘરની બહાર વોચ રાખીને બેઠો હતો. જોકે રાત્રીના સમયે પ્રવીણ તેના ફ્લેટની નીચે પાનનાં ગલ્લે મસાલો ખાવા ગયો ત્યારે તેમના પર પાછળથી ફાયરિંગ કર્યું હતું. 


Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિ


જેથી આસપાસના લોકો પણ ભેગા થઈ દિનેશ પકડી દીધો હતો.જોકે આરોપી દિનેશ રિવોલ્વર યુપીથી 10 વર્ષ પહેલાં લઈને રાખ્યું હતું.પોતાની સાથે હથિયાર રાખેલું હોવાનું કબૂલાત કરી છે.એટલું જ નહીં રિવોલ્વર વડે ફાયરિંગ કરી પ્રવીણને મોતને ધાટ ઉતારવાનો દિનેશએ પ્લાન કર્યો હતો પરંતુ સદ્દનસીબે સ્થાનિકો દીનેશને પકડીને પોલીસને સોંપ્યો હતો.


ના હોય! ગુજરાતમાં ચીકુનો ભાવ ગગડતા ખેડૂતોએ ઘરના રૂપિયા મૂકવા પડે એવી સ્થિતિ...!


પોલીસ તપાસમાં આરોપી દિનેશ સુરતમાં હીરાની ફેકટરીમાં કામ કરે છે અને છેલ્લા 6 વર્ષથી પત્ની અને બાળકો સાથે સુરત જ રહે છે. પરંતુ પત્નીના અનૈતિક સંબંધ રાખનારનો બદલો લઈ પરત સુરત ભાંગી જવાના ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને જેલ હવાલે કરી દીધો છે.