દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપકડ

આરોપી પાસેથી પોલીસે 8.52 લાખના મોબાઇલ કબ્જે કર્યા છે. સાથે જ દેશ ભરમાં થયેલા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપી એ અમદાવાદ સહીત ચાલુ ટ્રેને પણ સંખ્યાબંધ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. 

દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: દેશભરમા મોબાઇલ ચોરી કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેલ્વે પોલીસે 35 ચોરીના મોબાઇલ સાથે મુંબઈના 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 8.52 લાખના મોબાઇલ કબ્જે કર્યા છે. સાથે જ દેશ ભરમાં થયેલા મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે આરોપી એ અમદાવાદ સહીત ચાલુ ટ્રેને પણ સંખ્યાબંધ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. 

અમદાવાદ સરખેજ પોલીસ ની કસ્ટડીમાં રહેલા આ 6 આરોપી મૂળ મુંબઈ ના છે. અને દેશ ભરમા માત્ર મોબાઇલ ચોરી ને અંજામ આપે છે. કોઈ પણ જગ્યા એ ભીડ ભેગી થતી હોય ત્યાં પહોચી અને ભીડ નો લાભ લઈ મોબાઇલ ચોરી ને અંજામ આપતી આ ટોળકી પૈકી ઝડપાયેલ આરોપી તારીક પટેલ, સુનિલ કનોજીયા, પપ્પુ વૈશ્ય, જાવેદ શેખ, મોહમદ ખતીફ શેખ અને સાહિલ સૈયદ છે.આ તમામ આરોપી પાસેથી પોલીસે 8.52 લાખ ની કિંમતના 35 મોબાઇલ કબ્જે કર્યા છે. આરોપી એ અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ માં લાઈવ કોન્સર્ટ દરમિયાન 20 જેટલા ફોન ચોરી કર્યા હોવાનુ સામે આવ્યુ છે જેમાથી કેટલાક મોબાઇલ કબ્જે કર્યા છે.

ઝડપાયેલા છ આરોપીની મોડસઓપરેન્ડી પર નજર કરીએ તો, આરોપી ટ્રેનમાં મુંબઈથી અમદાવાદની મુસાફરી કરતા અને ચાલુ ટ્રેનમાં તથા કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય, ત્યાં ધક્કા મૂકી કરી ફરિયાદી પાસે રહેલા મોબાઇલની ચોરી કરતા હતા.રેલવે પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી, મુંબઈ થઈ માત્ર ચોરી કરવા માટે જ દેશ ભરની મુસાફરી કરતા હતા.અને ચોરી નો મુદ્દામાલ પરત મુંબઈ જઈ વેચી દેતા હતા. સાથે જ અમદાવાદ ના પાર્ટી પ્લોટ મા 20 થી વધુ મોબાઇલ ની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે.

મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલા મુંબઈના છ આરોપીઓની પૂછપરછ પોલીસે શરૂ કરી છે, આરોપીઓ પ્રાથમિક ચાર ગુનાની કબુલાત કરી રહ્યા છે પરંતુ પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછ માં અમદાવાદ ગુજરાત સહિત અન્ય રાજ્યના પણ ગુનાઓ સામે આવશે. જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવી શરૂ કરી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news