• અમદાવાદની દિવાળીની ઉજવણીમાં એક તરફ હર્ષઉલ્લાસ જોવા મળ્યો, તો બીજી તરફ લોકોએ ઉજવણી વચ્ચે પોતાની સામાજિક ફરજ પણ બજાવી.


અર્પણ કાયદાવાલા/અમિત રાજપૂત/અમદાવાદ :કોરોના વાયરસના ટેન્શનને ઘડીકભર ભૂલીને લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે. દેશભરમાં દિવાળી (diwali 2020) ના તહેવારની ઉજવણી થઈ રહી છે. રંગબેરંગી અને અવનવા ફટાકડા ફોડીને લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંગણે ફટાકડા ફોડવાનો લ્હાવો ખાસ બની રહ્યો હતો. અનેક લોકો ફટાકડા ફોડવા માટે રિવરફ્રન્ટ (ahmedabad riverfront) પર પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, કારે ટક્કર મારતા 3 જુવાનજોધ દીકરાના મોત


પરિવાર સાથે ફટાકડા ફોડવા લોકો રિવરફ્રન્ટ પહોંચ્યા
અનેક પરિવાર અને મિત્રો સાથે મળીને લોકો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. જ્યાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા. ત્યારે રિવરફ્રન્ટ પર આ નજારો ખાસ બની રહ્યો હતો. લોકોએ ફટાકડા ફોડવાની સામૂહિક મજા લીધી હતી. નાના ભૂલકાઓ અને યુવાઓએ પણ આ મજા માણી હતી. જોકે, કોરોનાના કારણે શહેરમાં ફટાકડા ફૂટવાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. 


આ પણ વાંચો : ધોરાજી : 11 સેવકોએ સાથે મળીને 11000 દીવા પ્રગટાવ્યા, આખું હનુમાનજી આશ્રમ રોશન થયું 



ઉજવણી વચ્ચે એક પહેલ
તો બીજી તરફ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં દિવાળી મહાપર્વની અનોખી ઉજવણી કરાઈ. કોરોના વોરિયર્સ અને કોરોનાથી મોતને ભેટનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.