અમદાવાદીઓ પાણીપુરી ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ પકોડી સેન્ટરમાં માર્યું સીલ
Ahmedabad News : ઉનાળાની શરૂઆતે અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા.... ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફના લેવાયા સેમ્પલ.... સેટેલાઇટમાં દીવાન ભેળ પકોડી સેન્ટર સીલ.....
Panipuri Food : પાણીપુરીના દિવાના ગામેગામ છે. એવુ ભાગ્યે જ કોઈ મળે જેને પાણીપુરી પસંદ ન હોય. અમદાવાદમાં પણ પાણીપુરીના અનેક એવા સ્પોટ છે, જ્યાં પાણીપુરી પ્રખ્યાત છે. પરંતુ જો અમદાવાદીઓને સ્વાદના આ ચટાકા માટે સાચવીને રહેવાની જરૂરી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે સેટેલાઈટ વિસ્તારમાં આવેલ ફેમસ દીવાન ભેળ-પકોડી સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ દેખાતા દીવાન ભેળ-પકોડીની દુકાન સીલ કરવામા આવી છે. દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને ચમચીઓ મળી આવી હતી. જોકે, દુકાનમાં મળી આવેલા બરફ અંગે કોઈ સ્પષ્ટતા ના આપતા આરોગ્ય વિભાગે સવાલો કર્યા હતા. આમ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલી દીવાન ભેળ-પકોડી સેન્ટર સીલ મારવામાં આવ્યું છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ઉનાળાની સીઝન શરુ થતા દરોડા શરુ કરવામાં આવ્યા છે. આજે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદમાં અનેક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં અનેક દુકાનોમાં ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સેમ્પલને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવામાં આવશે. જેમના સેમ્પલના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ આવશે તેમની સામે પગલા લેવાશે.
રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો
અમદાવાદ હેલ્થ વિભાગના દરોડામાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કરવામાં આવી હતી. દુકાનમાંથી અનહાઈજેનિક સ્થિતિ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને ચમચીઓ મળી આવી હતી. પાણીપુરીમાં વપરાતા પાણીમાં બરફ પણ પ્રાથમિક તપાસમાં શંકા જણાઈ આવી હતી. જોકે, વપરાયેલો બરફ ખાદ્ય છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે તેની સ્પષ્ટતા ન કરાતા આરોગ્ય વિભાગના અધિકારીઓને શંકા ઉપજી હતી. જેથી દુકાન સીલ કરવામાં આવી.
ગરીબ મહિલાને ભગવાન મળ્યા, તબીબોએ પેટમાં થયેલી દોઢ કિલોની ગાંઠમાંથી મુક્તિ અપાવી