Ahmeabad rain: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલની અમદાવાદમાં વરસાદને લઈને એક આગાહી કરવામાં આવી છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહી


અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. હાલ મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કોઈ સંકેત નથી. 


કોરોનાથી તો બચ્યા, હવે કેવી રીતે બચશો! ગુજરાતના આ ગામડામાં ફેલાયો જીવલેણ રોગ


અંબાલાલ પટેલે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે શહેર પર કાળા ડિંબાગ વાદળો ઘેરાય છે. તેમ છતા વરસાદ થતો નથી. કાળા વાદળો ઘણી વખત છેતરામણા હોય છે. વિછડી વાદળો વરસાદ વરસાવી શકતા હોય છે. જ્યા સુધી ઉતરની વિજળી ન થાય ત્યા સુધી વરસાદ થઇ શકતો નથી. વરસાદનો માર્ગ વિજળી બતાવે છે. ત્યારે 30 જુનથી 1 જુલાઈ વચ્ચે અમદાવાદમા ભારે વરસાદની શક્યતા છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અલગ છે.


શું સાવ નવરી છે ગુજરાત પોલીસ? પોલીસ સ્ટેશનોમાં ઉજવી રહી છે ભાજપના નેતાઓનો બર્થ ડે


અંબાલાલ પટેલે તારીખ 30 જૂન અને પહેલી જુલાઇએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ 30 જૂન અને પહેલી જુલાઇએ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. 2થી 5 જુલાઇ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. 5થી 12 જુલાઇ વચ્ચે રાજ્ય સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. 


Jio યૂઝર્સને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો, આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવી દેવાયા


ઉલ્લેખનીય છે કે કેરળના IMDએ રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.