ગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહી
Ambalal Patel Pridection About Monsoon: આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી જાણીને હચમચી જશો. જાણો જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે? ક્યા થશે વીજળીનો ચમકારો અને ક્યા થશે વરસાદ? આકાશમાં સર્પ આકારે સફેદ રંગની વીજળી થયા બાદ કેમ આવે છે વરસાદ એ પણ જાણો.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુર આવી શકે છે.
ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આજે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ ભારે વરસાદની આગાહી છે. તો આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ માટે પણ આગાહી છે. 30 જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે છે. 1 જુલાઈએ ભારે વરસાદની આગાહી ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ માટે છે.
અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલના મતે 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. વર્ષોથી આ એક નિશાની રહી છેકે, આવી પરિસ્થિતિ સર્જાય ત્યાર બાદ વરસાદી માહોલ જામે છે. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં આ વખતે 45 થી 55 કિલો મીટરની રફતારથી પવન ફૂંકાવવાની શક્યતા છે. આ રીતે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી મોટા જોખમના સંકેત પણ આપી રહી છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, અરબ સાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ આવી શકતુ હોય છે.
મધ્ય દક્ષિણના ભાગોમાં આવી શકતુ હોય છે. બંગાળના ઉપસાગરનુ વહન ઘણી વખત સક્રિય હોતુ નથી. બંગાળના ઉપસાગરની પૂર્વ શાખાનો વરસાદ પૂર્વિય ભાગ ઉપરાંત ઉતર ભારતમાં કે દેશના મધ્યભાગ સુધી આવી શકતુ નથી. આવી સ્થિતિના કારણે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સિમિત રહી છે. જેના કારણે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ લાવવા અસમર્થ રહે છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ હોય તો કચ્છમાં વરસાદ થતો હોય છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે. હાલ દેશભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશથી ગુજરાત સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલ 28 થી 30 જૂન દરમિયાન દેશમાં ચોમાસાનું જોર વધશે. મોડું પડેલું ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગોવામાં મધ્યમ વરસાદ પડશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આગામી 5 દિવસમાં વરસાદ આવશે.
Trending Photos