ઉદય રંજન/અમદાવાદ :ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસની નજરથી ક્યારેય બાકાત નથી રહી શકતો અને આવું જ કંઈક થયું અમદાવાદના સાણંદ તાલુકામાં આવેલો ચેખલા કામમાં કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદો હત્યા કરવામાં આવી હતી. પરંતુ આ હત્યા પાછળ છેલ્લા કેટલાક મહિનાઓથી આરોપીઓ દ્વારા મૃતકની રોજિંદી કામગીરી અંગેની રેકી કરવામાં આવતી હતી અને આ તમામ પ્લાનિંગ મુખ્ય આરોપી ક્રાઈમ પેટ્રોલ જેવી ધારાવાહિક સીરીયલો જોઈને ઘડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્ને આરોપીઓ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના અંશો


મુખ્ય આરોપી 1 : હેલ્લો એક કામ આવ્યું છે
આરોપી 2 : શું કામ છે અને કેવું કામ છે?


મુખ્ય આરોપી 1 : 50 હજારથી 60 હજાર રૂપિયા મળશે
આરોપી 2 : કરવાનું શું છે ?


મુખ્ય આરોપી 1 : એક સિક્યોરિટી વાળા પાસે બહુ પૈસા છે તેને મારીને તેની પાસેથી રૂપિયા મળશે
આરોપી 2 : એમાં મારવાની શું જરૂર છે? ધમકાવીને કઢાઈ લઈશું


મુખ્ય આરોપી 1 : ના એવું નથી કરાય એમ કારણકે કાકો બહુ મજબૂત છે સામે લડશે
આરોપી 2 : તો શું કરવું છે અને કેમનું કરવું છે?


મુખ્ય આરોપી 1 : મારી જ નાખવો પડશે
આરોપી 2 : સારું તો પછી એવું કરીએ


મુખ્ય આરોપી 1 : મેં બધો પ્લાનિંગ કરી નાખ્યો છે બસ તું સાથે આવ, હું પાછળથી તેને ધારિયાનો ઘા મારી પાડી દઈશ
આરોપી 2 : સારુ તો ક્યારે જવું છે તે બોલ


મુખ્ય આરોપી 1 : આ બધી વાત ફોન ઉપર નથી કરવી અને હા તો સાથે તારો મોબાઈલ ફોન રાખતો નહીં
આરોપી 2 : કેમ ?


મુખ્ય આરોપી 1 : ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોવે તો છે ને ફોન જોડે રાખીશું તો પોલીસ પકડી લેશે


આ આરોપીઓએ એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરી છે. બન્યુ એમ હતું કે, આરોપી વિષ્ણુ ઉર્ફે વિહાભાઈ ચુનારાએ મૃતક પાસેથી ₹1,30,000 વ્યાજે લીધા હતા અને તે વ્યાજના રૂપિયા પરત ન આપવા પડે વિષ્ણુ ચુનારાએ તેના સાથી મિત્ર અરવિંદજી ઉર્ફે પકો ઠાકોરને પણ સાથે રાખ્યો હતો અને મૃતક પાસેથી બીજા અઢી લાખ રૂપિયા તેના મિત્ર એટલે કે અરવિંદજીને જોઈએ છે તેમ કરીને વાતચીત કરી હતી. મૃતક ચોકીદારીનું કામ કરે છે. તેથી તેમણે રૂપિયા આપવાની ના પાડી હતી અને બાદમાં આરોપી વિષ્ણુએ ચોકીદારને પીઠના ભાગે ધાર્યું મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો તદુપરાંત ચોકીદારે પહેરેલી સોનાની બુટ્ટીઓ તથા હાથમાં પહેરેલી સોનાની વીંટી લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 


આ પણ વાંચો : નારાજ કાર્યકરે ભરતસિંહ સોલંકી પર સહી ફેંકી, કોંગ્રેસ કાર્યાલય હચમચી ઉઠ્યું


આ વિશે અમદાવાદ ગ્રામ્યના એસપી અમિત વસાવાએ જણાવ્યું કે, સમગ્ર લૂંટ વિથ હત્યાના ગુનામાં મુખ્ય આરોપી વિષ્ણુ ઉર્ફે વિહા ચુનારા ક્રાઈમ પેટ્રોલ જેવી ધારાવાહિક સીરીયલ જોઈને આ સમગ્ર હત્યાનો પ્લાનિંગ કર્યું હતું. અને પોતાની સાથે મોબાઈલ ફોન પણ નહોતો રાખ્યો, જેથી તે પકડાઈ ન જાય. આ તમામ કેફિયત ઝડપાયેલા બંને આરોપી ઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ પેટ્રોલ જેવી સીરીયલ જોઈને સમાજના કેટલાક લોકો ગુનો આચરવા માટે પ્રેરાતા હોય છે. પરંતુ ગુનેગારોને એ ખ્યાલ નથી હોતો કે આખરે કોઈપણ ગુનાના આરોપી ઓ પોલીસ સકંજામાં આવી તો જતા જ હોય છે.


વિષ્ણુ ઉર્ફે વિહા ચુનારાએ સમગ્ર હત્યાનો પ્લાન ગયો હતો. કારણ કે મુખ્ય આરોપી વિષ્ણુ ચુનારાએ મૃતક પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને તે ઉછીના લીધેલા રૂપિયા પાછા આપવા પડે નહીં તે માટે થઈને આ સમગ્ર હત્યાકાંડનું માસ્ટર પ્લાનિંગ કર્યું હતું. બીજી તરફ વાત કરીએ તો આ હત્યા પાછળ મુખ્ય આરોપીએ છેલ્લા કેટલાક મહિનાઓથી મૃતક ચોકીદારની રોજિંદી દિનચર્યા ઉપર રેકી પણ કરી હતી. ત્યારે હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.