Gold Price: સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે, કોણ નક્કી કરે છે? જો આ સવાલ તમારા મનમાં છે તો જાણી લો જવાબ

Gold Price: જ્યારે તમે કોઈપણ સોનાના દાગીના ખરીદવા જાઓ છો, ત્યારે તમારે સોનાની કિંમત જોવી જ જોઈએ. જ્વેલરી શોપમાં ગયા પછી પણ તમે પહેલા સોનાની કિંમત પૂછશો. સોનાના ભાવ દરરોજ થોડો બદલાતા રહે છે. પરંતુ શું તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો કે સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે અને કોણ નક્કી કરે છે? અહીં જવાબ જાણો.
 

કઈ રીતે નક્કી થાય છે સોનાના ભાવ

1/5
image

તમે જે કિંમત પર જ્વેલર્સ પાસેથી સોનું ખરીદો છો તેને સ્પોટ રેટ એટલે કે હાજર ભાવ કહેવામાં આવે છે. આ ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ના આધાર પર નક્કી કરવામાં આવે છે.   

MCX પર કઈ રીતે નક્કી થાય છે ભાવ

2/5
image

MCX ફ્યુચર્સ માર્કેટ પર સોનાના ભાવ ભારતીય બજારોમાં સોનાની માંગ અને પુરવઠાના ડેટાને એકત્રિત કરીને અને વૈશ્વિક બજારમાં ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આ સિવાય ફ્યુચર્સ માર્કેટ પણ સોનાની કિંમત નક્કી કરતા પહેલા લંડન સ્થિત બુલિયન માર્કેટ એસોસિએશન સાથે સંકલન કરે છે. આ પછી આ કિંમતો નક્કી કરવામાં આવે છે. MCX પર કિંમતો વેટ, વસૂલાત અને ખર્ચનો સમાવેશ કર્યા પછી જાહેર કરવામાં આવે છે.

સોનાના ભાવ પર આ વસ્તુની પણ પડે છે અસર

3/5
image

સોનાના ભાવ પર ડોમેસ્ટિક અને વૈશ્વિક, બંને પ્રકારના આર્થિક અને રાજકીય નિર્ણયો પર પણ અસર કરે છે. જો આપણા દેશની સરકાર સોનાના ઇમ્પોર્ટને લઈને કોઈ નવો નિયમ લાગૂ કરે છે તો સોનાના ભાવ પર તેની અસર પડે છે. તો સોનાનું એક્સપોર્ટ કરનાર દેશમાં કોઈ વર્ષે ઉત્પાદન ઘટી જાય છે, તો તેની અસર પણ સોનાની કિંમતો પર પડે છે.  

સ્પોટ પ્રાઇઝ કઈ રીતે થાય છે નક્કી

4/5
image

સ્પોટ પ્રાઇસ, એટલે કે તમે જે ભાવે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદો છો, તે બજાર ખુલતી વખતે મોટાભાગના શહેરોના બુલિયન એસોસિએશનના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. દરેક શહેરના બુલિયન વેપારીઓ દ્વારા ભાવ નક્કી કરવામાં આવતા હોવાથી તેમના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે. સોનાના ભાવ કેરેટના આધારે અલગ અલગ રીતે નક્કી કરવામાં આવે છે.

વિદેશમાં કઈ રીતે નક્કા થાય છે સોનાના ભાવ

5/5
image

વિશ્વભરમાં સોનાની કિંમતો લંડનના બુલિયન માર્કેટથી નક્કી થાય છે. આ વિશ્વનું સૌથી મોટું બુલિયન માર્કેટ છે. 2015 પહેલા લંડન ગોલ્ડ ફિક્સ સોનાનું નિયામક એકમ હતું, જે કિંમતો નક્કી કરતું હતું. પરંતુ 20 માર્ચ 2015 બાદ એક નવું એકમ લંડન બુલિયન માર્કેટ એસોસિએશન બનાવવામાં આવ્યું. તેને ICE વહીવટી બેંચ માર્ક ચલાવે છે. આ સંગઠન વિશ્વના તમામ દેશોની સરકારો સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્તરના સંગઠનો સાથે મળીને નક્કી કરે છે કે સોનાની કિંમત શું હોવી જોઈએ.