ઉદય રંજન/અમદાવાદ : માણસો માનવતા વિહીન થઈ રહ્યાં છે, તેવા અનેક કિસ્સાઓ રોજ કાને પડતા હોય છે. ક્યાંક બાપ દીકરીની, તો ક્યાંક દીકરો પિતાની, કોઈ પાડોશીની તો કોઈ બાળકોની ઘાતકી રીતે હત્યા કરે છે. આવામાં અમદાવાદમાં માતાએ પોતાની સગી માસૂમ દીકરીની હત્યા કરી છે. માતાએ નિર્દયી બનીને 2 માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક બાળકીને જન્મ સમયથી જ બીમારી હતી. વડોદરા અને નડિયાદમાં સારવાર કરાવ્યા પછી માતા પોતાની બે મહિલાની બાળકીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતું અચાનક બાળકી ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ત્યારે બાળકીની હત્યા વિશે માતા પર શંકા ગઈ હતી. તેથી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવામા આવ્યા હતા. પહેલા માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થયું હોવાનું નાટક રચ્યુ હતું. પરંતું હોસ્પિટલના CCTVમાં હત્યારી માતા કેદ થતાં ભાંડો ફૂટ્યો હતો. ત્યારે બાળકીના પિતાએ પત્ની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી હત્યારી જનેતાની ધરપકડ કરી છે. 


આ પણ વાંચો : 


પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની તૈયારી


કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી


અમદાવાદના મકાનમાં આગ લાગતો આખો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળક આગમાં ભડથું


બન્યુ એમ હતું કે, પેટલાદના રાવલી ગામના રહેવાસી આસિફમિયાં મલેક અને પત્ની ફરજાનાબાનુના પરિવારમાં બે મહિના પહેલા દીકરી અમરીનબાનુ આવી હતી. દીકરીને જન્મની સાથે જ બીમારી હતી. તેથી પહેલા તેની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. ત્યારે તબીબે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી તકલીફ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરી આંતરાડાનો ભાગ બહાર આવતા દીકરીને નડિયાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. પરંતુ નડિયાદ હોસ્પિટલમાં પણ બાળકીની તબિયત સુધરી ન હતી. તેથી માતા ફરજાનાબાનુ બે મહિનાની દીકરીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. જ્યાં દીકરીને દાખલ કરાઈ હતી. 



અચાનક રવિવારે સવારે આસિફમિયાએ ઉઠીને જોયુ તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી અમરીનબાનુ ન હતી. તેથી તેમણે દીકરીની શોધખોળ કરીને હોસ્પિટલની સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં તેમની પત્ની દીકરીને ત્રીજા માળથી નીચે ફેંકતી હોવાનુ દેખાયુ હતું. આ બાદ પત્નીએ કબૂલાત કરી કે, દીકરી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેનાથી કંટાળી ગઈ હતી. જેથી આ પ્રકારનું પગલુ ભર્યુ હતું.        


આ પણ વાંચો : જૈન સમાજ કેમ રસ્તા પર ઉતર્યો, તીર્થ રક્ષા કરવા નીકળેલા સમાજનાં રોષ પાછળનું કારણ શું?