CR Patil : પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની ચાલી રહી છે તૈયારી

CR Patil : ભાજપ હવે ગુજરાતની જીત બાદ સીઆર પાટીલને 2023 માં મોટી જવાબદારી સોંપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, પાટીલનો શું રોલ રહેશે તેના પર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે

CR Patil : પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની ચાલી રહી છે તૈયારી

CR Patil : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ હવે બીજેપીનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. બીજેપી હવે 2023ની ચૂંટણીની કામગીરીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર સીઆર પાટીલનું પ્રમોશન નક્કી માનવામાં આવી રહ્યું છે. બીજેપી પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે ત્યારે 2023 માં સીઆર પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. 

ગુજરાતમાં બીજેપીને મોટી જીત અપાવનારા સીઆર પાટીલનું પ્રમોશન નક્કી હોવાનું માનવામાં આવે છે. જુલાઈ 2020 માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના બાદ તેઓએ સતત બીજેપીને જીત અપાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. પાર્ટીને ઐતિહાસિક જીત મળી. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી છે. પાર્ટી પાટીલને શું પ્રમોશન આપવા તેના પર વિચારી રહી છે. શુ પાટીલને મોટી જવાબદારી મળશે. તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તેમને સંગઠનમાં મોટી જવાબદારી આપવાનું લગભગ નક્કી છે. તેમને કેન્દ્રીય ટીમમાં સ્થાન મળી શકે છે. અથવા તો કેન્દ્રમાં મંત્રી બનાવીને તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યોનો ભાર સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે, પાટીલ હવે જેપી નડ્ડા સાથે મળીને કામ કરે અને બાદમાં પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળે. 

આ પણ વાંચો : 

2023 માં પાટીલની ભૂમિકા શું રહેશે
પાટીલની 2023 માં ભૂમિકા ખાસ બની રહેશે. તેને લઈને શરૂઆતના દિવસોમાં જ સ્પષ્ટતા આવી જશે. રાજકીય માહોલમાં ચર્ચા છે કે, પાર્ટીના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 2024 ના ચૂંટણી સુધી પદ પર યથાવત રહેશે. તેના માટે તેમને મકરસંક્રાંતિની આસપાસ એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે. નડ્ડાનો કાર્યકાળ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આગામી મહિનામાં પૂરો થાય છે. નડ્ડા શરૂઆતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. પાર્ટીમાં પાટીલને લઈને ચર્ચા છે કે, તેમની ક્ષમતાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે. તેઓ કેન્દ્રીય મંત્રી બનીને રાજ્યોના પ્રભારી બને અથવા નડ્ડાની સાથે તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવે. 2024 બાદની સ્થિતિઓને લઈને નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય લેવામા આવી શકે છે. પાટીલ ઉપરાંત ગુજરાતમાં પાર્ટીની શાનદાર જીતથી સંગઠનમાં મહામંત્રી રહેલા રત્નાકરનુ પ્રમોશન પણ નક્કી હોવાનું માનવામાં આવે છે. રત્નાકર ઉત્તર પ્રદેશના છે અને ગુજરાતના પ્રભાર પહેલા તેઓ બિહારની જવાબદારી સંભાળતા હતા.  

પાટીલ વધુ મજબુત બનશે
કોન્સ્ટેબલની નોકરી કરનારા પાટીલ ચૂંટણી વ્યવસ્થાને માઈક્રોથી લઈને હાઈપર માઈક્રો લેવલ પર લઈ ગયા. પાટીલે પોતાના ક્ષેત્ર સમયમાં એવી મજબૂત પકડ બનાવી કે સમય ન આપે તો પણ જીત મેળવે. તેની પાછળ તેમની સ્થાનિક વ્યવસ્થા છે. પાટીલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, પંરતુ સતત ત્રણવાર સાંસદ બનવાને કારણે તેમને રાષ્ટ્રીય રાજનીતિ પર પણ સારી પકડ છે. એટલું જ નહિ, પાટીલ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તારની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. ખુદ મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ ગુજરાત અને કર્ણાટક સુધી સારો પ્રભાવ રાખે છે. આવામા પાર્ટીની રણનીતિ છે કે, આગામી વર્ષે થનારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિત 10 રાજ્યની ચૂંટણીમાં પાટીલને ઉતારવામા આવે.

ત્રીજા ગુજરાતી હશે પાટીલ
જો ભવિષ્યમાં સીઆર પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળે છે તો લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ તેઓ ત્રીજા વ્યક્તિ હશે, જે ગુજરાતથી નીકળીને ભાજપની કમાન સંભાળશે. બીજેપીના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું ગૌરવ અટલ બિહારી વાજપેયીને મળ્યુ હતું. આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશઈ, કુશભાઉ ઠાકરે, બંગારુ લક્ષ્મણ, જનાકૃષ્ણમૂર્તિ, વૈંકેયા નાયડુ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અમતિ શાહ, જેપી નડ્ડા અધ્યક્ષ બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news