અમદાવાદઃ હાલમાં વાઇફાઇનો જમાનો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં ચાલતી બીઆરટીએસ બસના સ્ટેશનમાં ફ્રી વાઇફાઇ ઈન્ટરનેટ સેવાની શરૂઆત કરી છે. અમદાવાદ બીઆરટીએસના 145 સ્ટેશનો પર ફ્રી અનલિમિટેડ વાઇફાઇ આવતીકાલ (5 માર્ચ)થી મળશે. આગામી દિવસોમાં કોર્પોરેશન આ ફ્રી વાઇફાઇ સેવાનો વિસ્તાર, મનપા સંચાલિત હોસ્પિટલો, ઝોનલ કચેરીઓ સહિત અન્ય સ્થળોએ ફ્રી વાઇફાઇ સેવાનો વિસ્તાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારથી સ્માર્ટ સીટી યોજના અંતર્ગત શહેરના 145 બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ કરાવશે. આ યોજનામાં સ્માર્ટ સીટી અંતર્ગત જનમિત્ર કાર્ડ ધરાવનારા નાગરિકોને 2 MBPSની સ્પીડ મળશે જ્યારે અન્ય નાગરિકોને 1 MBPSની સ્પીડ મળશે. આ સુવિધા સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી નાગરિકો ફ્રી વાઇફાઇનો લાભ મેળવી શકશે.


અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાર વર્ષ પહેલાં કાંકરિયા લેક ફ્રન્ટ સહિત કેટલાંક સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ સેવા થોડા સમય માટે સેવા શરૂ કરી સુરક્ષાના કારણોસર બંધ કરવમાં આવી હતી. આ જોઈને આ સુવિધામાં પહેલેથી જ અગમચેતી રાખીને જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ લેવા માટે ઓટીપી નંબર જનરેટ કરવો પડશે જે ઓપીટી નંબરથી મોબાઇલ કે લેપટોપમાં ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકાશે. એકવાર ઓટીપી નાંખ્યા બાદ એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકાશે. જ્યારે કેન્દ્ર સરકારના નિયમ મુજબ પ્રતિબંધિત વેબસાઇટ કે પોર્ન વેબસાઇટ સર્ફ કરી શકાશે નહીં. આ ઉપરાંત બધા યૂઝર્સ પર તેમની વોચ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો વાંધાજનક અને પ્રતિબંધિત કન્ટેન્ટ કે વેબ સર્ફ કરનારા યૂઝરના મોબાઇલ કે લેપટોપ નંબરને બ્લેક લિસ્ટમાં નાંખી દેવાશે.