આગામી 7 દિવસ ગુજરાતમાં થશે તાંડવ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ
Weather Update Today : આગામી 24 ઓક્ટોબર સુધી માવઠાની આગાહી... દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે.... અરબી સમુદ્રના વિસ્તારોમાં પવન નું જોર વધશે... બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે... દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે... 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.
દિવાળીમાં પણ વરસાદ આવશે, નવેમ્બરમાં વાવાઝોડું
અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
ક્યાં ક્યા આવશે વરસાદ
આજે 17 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 20 ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયેરક્ટર એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી છે.
Trending Photos