Rathyatra 2023: અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટે કેવો રહેશે પોલીસ બંદોબસ્ત, જાણો શું કરી છે હાઈટેક તૈયારી?
Rathyatra 2023 : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા 20 જુનના રોજ નીકળવાની છે. અને આવતી કાલે જળયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રા માં પોલીસનું લોખડી બંદોબસ્ત જોવા મળશે.
Ahmedabad Rathyatra security, મૌલિક ધામેચા/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને પોલીસનો એક્શન પ્લાન ઘડાઈ ગયો છે. છેલ્લા એક માસથી પોલીસ સક્રિય આ મામલે કામગીરી કરી અસામાજિક તત્વો પર નિયંત્રણ અને રથયાત્રાના રૂટની સુરક્ષાને લઈને સુરક્ષા કવચ પોલીસે બનાવ્યું છે. જેમાં 15 હજારથી વધુના પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; બદલીના નિયમોમાં કરાયા સુધારો, તક ચૂક્યા તો...
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા 20 જુનના રોજ નીકળવાની છે. અને આવતી કાલે જળયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રા માં પોલીસનું લોખડી બંદોબસ્ત જોવા મળશે. જેને પગલે એક માસથી પોલીસે કાયદા વ્યવસ્થા જાળવણી અને સુરક્ષા બંદોબસ્તની કામગીરી શરૂ કરી. જેમાં 5 હજારથી વધુ અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી. 21 બંગલાદેશીની ધરપકડ સાથે 16 જેટલા હથિયારોના કેસ કરવામાં આવ્યા.
ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: ખેતરમાં ખર્ચ ભોગવશે સરકાર..
આ ઉપરાંત જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ, અખડા એસોસિએશન, ભજન મંડળીઓ ટ્રક એસોસિએશન તેમજ મોહલા મીટીંગ અને શાંતિ સમિતિની બેઠક દ્વારા કોમિનિટી પોલીસિંગ દ્વારા રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાનું લોખંડ બંદોબસ્ત ગોઠવામાં આવ્યું. પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અણબનાવ ન બને એના પર પણ પોલીસ પૂરતું ધ્યાન આપી રહી છે. આ સાથે જ પોલીસ બોડી વોર્ન કેમેરા, ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
Rajkot: આ છે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા, રચના જોઈ ધીરેન્દ્ર શાસ્ત્રી થયા ખુશ
રથયાત્રાના બંદોબસ્તમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો ખડે પગે રહેશે. રથયાત્રાના રૂટ ની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 આઇ.જી,50 એસપી,100 ડીવાયએસપી,300 પીઆઈ, 700 જેટલા પીએસઆઇ, 15000 જેટલા પોલીસ જવાનો 6000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહેશે.
મારા પતિને એટલી ખરાબ છે આદત કે મને ભર જવાનીમાં ફીગર બગડવાનો લાગે છે ડર, માનતો જ નથી
મહત્વનું છે કે, રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોલીસે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો પ્રથમ વખત રથયાત્રામાં ઉપયોગ કરશે. જેનાથી પોલીસ જવાનોને રથયાત્રા રૂટથી માહિતગાર કરી શકાય.