ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; બદલીના નિયમોમાં કરાયા સુધારો, આજે જાહેર થશે નવો કાર્યક્રમ

gujarat government big decision : ગુજરાતના શિક્ષકો કોઈ પણ જિલ્લામાં અરસપરસ બદલી કેમ્પમાં બદલીની મંજૂરી મેળવનાર શિક્ષકોને છ જૂનના રોજ ઓર્ડર આપી દેવામાં આવશે. જે અરસપરસ બદલી ઈચ્છતા શિક્ષકોની અરજી ના મંજૂર કરવામાં આવી હશે.

ગુજરાતના શિક્ષકો માટે મહત્વના સમાચાર; બદલીના નિયમોમાં કરાયા સુધારો, આજે જાહેર થશે નવો કાર્યક્રમ

ઝી બ્યુરો/ગાંધીનગર: પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે એક ખુશખબર છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શક્ષકોની બદલી માટે શુક્રવારથી ઓનલાઈન અરજી મંગાવવાની કાર્યવાહી શરૂ થવાની હતી, પરંતુ શક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની બદલીની જોગવાઈમાં ફેરફાર અંગેનો ઠરાવ બહાર પાડ્યા બાદ બદલી અંગે સુધારેલું સમયપત્રક પોર્ટલ પર મુક્વા સૂચના આપી હતી. જેના પગલે બદલી માટેના પોર્ટલ પર જરૂરી સુધારા કરવાના હોવાથી 2 જૂનથી શરૂ થનારી અરજી કરવાની ઓનલાઈન કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે, જેથી હવે જિલ્લા આંતરિક ઓનલાઈન બદલીનું સુધારેલું સમયપત્રક શનિવારના રોજ જાહેર કરવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલી માટે તારીખ 3 જૂનથી લઇને 7મી જૂન સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે આગામી 30મી જૂનના રોજ બદલીના ઓર્ડર ઇસ્યૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. શિક્ષકો માટે બદલીના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. વિધાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો જારી કરાયા છે. 

ગુજરાતમાં 40,000થી વધુ શિક્ષકો પોતાની બદલીની માંગ કરી હતી. હવે બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો તેના કારણો આપવામાં આવશે. આ ઉપરાંત દંપતી કિસ્સાઓને લઈને પણ સરકાર દ્વારા તૈયારીઓ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જિલ્લામાં વધઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલ વધ શિક્ષકોની વિગતો દર્શાવતું રજીસ્ટર પણ તૈયાર કરવામાં આવશે, જ્યારે ખાલી પડેલી જગ્યા બાબતનું પણ એક અલગ પ્રકારનું રજીસ્ટર તૈયાર કરવામાં આવશે. 

વધ ઘટ બદલી માટે નક્કી કરાયેલી જગ્યા પર જે તે વિભાગની સ્પષ્ટ વધ ઘટ નક્કી કરવાની રહેશે. જે તે વિભાગની સ્પષ્ટ ખાલી જગ્યા પર જ વધ સરભર કરવાની રહેશે. બદલી કેમ્પના હુકમ પછી વધ ઘટ કેમ્પ તથા જિલ્લા આંતરિક માંગણી બદલી કેમ્પ સહિત પાંચ કેમ્પમાં પ્રથમ ખાલી જગ્યા ઉભી થાય ત્યારે શિક્ષકને પોતાના વિષયની ખાલી જગ્યા પર મૂળ શાળામાં જવા ઈચ્છતા હોય તો પ્રથમ તક આપવાની રહેશે. મૂળ શાળામાં પરત જવાની તકનો અસ્વીકાર કરે તો શાળા પરતનો લાભ મળશે નહિ.

પ્રાપ્ત માહિતી અનુસાર, જોકે, શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજીઓને તાલુકા કક્ષાએથી જિલ્લાકક્ષાએ મોકલવા માટે 12 જૂનથી 15 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 17 જૂનથી 26 જૂન સુધી જિલ્લાકક્ષાએ વાંધા અરજી હોય તો તેનો સ્વીકાર કરવામાં આવનાર હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ 27મીથી 19મી જૂન દરમિયાન રાજ્યક્તાએ અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ કામગીરી બાદ 30મી જૂનથી 1લી જુલાઇ દરમિયાન એમ, બે દિવસ શિક્ષકોની બદલીઓના ઓર્ડર ઈસ્યુ કરવામાં આવનાર હતા.

જોકે, શુક્રવારે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરિક બદલીની જોગવાઈમાં ફેરફાર અંગેનો ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ બહાર પાડવા સાથે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખ્યો હતો, જેમાં સુધારેલા ઠરાવની જોગવાઈઓ મુજબ જિલ્લા આંતરિક બદલી કેમ્પ અંગેના પોર્ટલ પર જરૂરી ફેરફાર કરી તે મુજબનું સુધારેલું સમયપત્રક તૈયાર કરી તે અંગે સૂચના આપવા માટે જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી5 અને 6થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને ફાળવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની વધ ઘટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવશે. બદલી કરવા માંગતા શિક્ષકે  સેલ્ફ ડિકલેરેશનમાં આપવું પડશે અને જો કોઈપણ વિગતો અથવા તો દસ્તાવેજ ખોટા હશે. તો જે તે શિક્ષકને શિક્ષાપાત્રની જોગવાઈ સાથે ખોટી માહિતી, ખોટા દસ્તાવેજના આધારે લાભ રદ કરવાની પણ જોગવાઈ સેલ્ફ ડેકલેરેશન પત્રકમાં કરવામાં આવી છે. વિદ્યા સહાયક અને શિક્ષકની નોકરી માટે ફરજિયાત 5 વર્ષ નોકરી હોવી જરૂરી છે. 

તમને જણાવી દઈએ કે, 30,000 કરતાં વધારે ઓનલાઇન બદલીની પ્રક્રિયા પુરી કરી ચુકેલા શિક્ષકોની બદલી થશે. નવા નિયમો સાથેનો ઠરાવ બહાર પડશે. વેકેશન ખુલતા પહેલા બદલી કેમ્પ યોજાશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સતત પ્રયત્ન તથા આઠ જેટલી શિક્ષણ વિભાગ અને મંત્રીઓ સાથે થયેલ બેઠકો પછી નવા નિયમો સાથે ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે તે સરકાર દ્રારા બહાર પાડવામા આવશે. આ નવા ઠરાવમાં જિલ્લા ફેર બદલી, લુકા બદલી, આંતરીક બદલી તથા અરસપરસ બદલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news