અમદાવાદ:  રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવાયો છે, આ ઉપરાંત શનિ રવિ તમામ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો કે શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલો ઓશિયા મોલ ઉપરાંત બાપુનગરમાં આવેલો ડી માર્ટ ન માત્ર ખુલ્લો રહ્યો હતો પરંતુ સેંકડો લોકોએ ખરીદી પણ કરી હતી. નિયમ અને કાયદા જેવી કોઇ વસ્તુ જ ન હોય તે પ્રકારે મુખ્ય દરવાજો બંધ રાખીને પાછળનાં દરવાજેથી લોકોને ખરીદી માટે એન્ટ્રી આપવામાં આવી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ ચેનલમાં આરોપીઓની તસ્વીર જોઇ એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને થયા ચોંકાવનારા ખુલાસા


અત્રે ઉલ્લેખનીય છે કે, આદેશ છતા બાપુનગરનાં બે ખ્યાતનામ મોલ ચાલુ રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાનો સ્પષ્ટ ભંગ જોવા મળી રહ્યો હતો. હાલ તો આ એકમાત્ર નહીપ રંતુ બાપુનગર વિસ્તારનાં જ 2 મોલ ખુલ્લા રહેતા બાપુનગર પોલીસ સામે પ્રશ્નો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમિશ્નર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હોવા છતા મોલના માલિક દ્વારા ન માત્ર ખુલ્લો રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ દ્વારા આ મોલ બંધ પણ રાખવામાં આવ્યો નહોતો.


આ કેવી ચોરી? એસટી બસ લઇને આરોપી ફરાર, જો કે પોલીસે બસનાં GPS થી ફિલ્મી ઢબે પકડ્યો આરોપી


અત્રે ઉલ્લેખનીય છે કે, ડી માર્ટ અને ઓશિયા માર્ટમાં સેંકડો લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે આ મોલ દ્વારા જાહેરનામાનો સ્પષ્ટ રીતે ભંગ તો કરાયો હતો પરંતુ જે ગ્રાહકો ખરીદી કરે તેમને કાયદેસર બિલ પણ આપવામાં આવ્યા હતા. તેવામાં શું સરકારી આદેશોને આ લોકો કંઇ સમજતા જ નથી તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલકો બાદ હવે મોલના સંચાલકો પણ સ્પષ્ટ રીતે પોતાની મનમાની કરી રહ્યા છે. તેવામાં તંત્ર શું પગલા ઉઠાવે છે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube