આ કેવી ચોરી? એસટી બસ લઇને આરોપી ફરાર, જો કે પોલીસે બસનાં GPS થી ફિલ્મી ઢબે પકડ્યો આરોપી

ગુજરાતમાં પણ હવે ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ઘટનાઓ જાણીને એક તરફ હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાનાં એસ.ટી ડેપોમાંથી એક ઠગે બસ જ ઉઠાવી લીધી હતી. છોટાઉદેપુર-માંડવી બસને અજાણ્યો વ્યક્તિ એસ.ટી બસ લઇને મધ્યપ્રદેશ તરફ લઇને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ બસને ખડકવાડા તરફ વાળીને તે ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. 
આ કેવી ચોરી? એસટી બસ લઇને આરોપી ફરાર, જો કે પોલીસે બસનાં GPS થી ફિલ્મી ઢબે પકડ્યો આરોપી

જમીલ પઠાણ/છોટાઉદેપુર : ગુજરાતમાં પણ હવે ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ઘટનાઓ જાણીને એક તરફ હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાનાં એસ.ટી ડેપોમાંથી એક ઠગે બસ જ ઉઠાવી લીધી હતી. છોટાઉદેપુર-માંડવી બસને અજાણ્યો વ્યક્તિ એસ.ટી બસ લઇને મધ્યપ્રદેશ તરફ લઇને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ બસને ખડકવાડા તરફ વાળીને તે ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. 

બસને ખડકવાડા તરફ વાળી દીધી હતી. જો કે ઠગને બસ ચલાવતા યોગ્ય રીતે આવડતું નહી હોવાનાં કારણે બસ ચાલક સામેથી આવતા વાહન સામે બસ લઈ જતા સામેના વાહન ચાલકે સાઈડમાં ઉભી કરી દીધી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર એસટી ડેપોમાંથી એસટી બસની ઉઠાંતરીની ઘટના સામે આવી છે, બસ ચોરી થયા બાદ ખડકવાડા પાસે ખાડામાં ઉતરી ગયેલ સ્થિતિમાં મળી આવી હતી. જો કે બસ લઈ ભાગેલ શખ્સને પોલીસે ઝડપી લીધો છે. 

બપોરે 1:30 કલાકે છોટાઉદેપુરથી માંડવી જતી બસ વર્કશોપમાંથી તૈયાર થઈ અને પ્લેટફોર્મ ઉપર જતા પૂર્વે ડીઝલ પુરાવી બસને વર્કશોપમાં જ સાઈડ ઉપર મૂકી બસનો ચાલક લોગશીટ લેવા વર્કશોપમાં ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ બસમાં ચઢી જઈ બસને ચાલુ કરી લઈને ભાગી ગયો હતો. જેની જાણ એસટી ડેપો સંચાલકને થતા બસની વર્કશોપમાં શોધખોળ હાથ ધરી હતી. જો કે બસ ડેપો સંકુલમાં ન મળતા તેનું GPS ચેક કરતા બસ રંગપુર તરફ જતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ એસ ટી ડેપો મેનેજર દ્વારા રંગપુર પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરી હતી. 

જો કે બસ લઈને ભાગેલ શખ્સે બસને જોડાવાટથી અંદર વાળી દીધી હતી અને એક ખાડામાં બસને ઉતારી દીધી હતી અને ભાગી છુટે તે પહેલા જ પોલીસે તેનો પીછો કર્યો હતો, તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ શખ્સ કોલ ગામનો ગોવિંદ સવલા ધાણુંક હોવાનું સામે આવ્યું છે. બનાવને લઈ છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર અને વર્કશોપ ઇન્ચાર્જ દ્વારા છોટાઉદેપૂર પોલોસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 379 મુજબ બસ લઈને ભાગેલ શખ્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

જોકે બસ લઈને ભાગેલ શખ્સ શા માટે એસ ટી બસ લઈ જતો રહ્યો તે અંગે પોલીસ તપાસ બાદ જાણી શકાશે. પરંતુ બસ લઈને ભાગેલ વ્યક્તિ દ્વારા બસને બેફામ રીતે હંકારીને લઇ ગયો હતો જેના કારણે અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી સ્થિતી પેદા થઇ હતી. અનેક વાહનો સાથે અકસ્માત સર્જાતા બચ્યો હતો. જો કે સદ્ભાગ્યે કોઇ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાઇ હતી. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news