આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના વર્ષ 2008 ના સિરિયલ બ્લાસ્ટ (serial blast) નો આજે ચુકાદો આવવાનો હતો. પરંતુ સ્પેશિયલ કોર્ટના જજ અમિત પટેલ ચુકાદા પહેલા જ કોરોના સંક્રમિત થયા છે. જેથી આજનો ચુકાદો મોકૂફ રાખવામા આવ્યો છે. હવે 8 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક આરોપી તાજનો સાક્ષી બન્યો હતો. આરોપી અયાઝ સૈયદે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી. ત્યારે અયાઝની જુબાની આ કેસમાં મહત્વની સાબિત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2008 ના સિરિયલ બ્લાસ્ટને આજે પણ ગુજરાત ભૂલી શકે તેમ નથી. શ્રેણીબદ્ધ ધડાકાઓમા અનેક લોકોના જીવ ગયા હતા. અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. 26 જાન્યુઆરી, 2008 ના રોજ બ્લાસ્ટની ઘટના બની હતી. 20 શ્રેણીબદ્ધ સિરીયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત અને 244 લોકો ઘાયલ થયા હતા. ત્યારે 14 વર્ષથી તેના આરોપીઓને સજા કરવા માટે કાયદાકીય લડત ચાલી રહી છે. 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની  સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના હતી. આરોપીઓને 1લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ જજ કોરોના સંક્રમિત થયા છે. 


આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે. જ્યારે 1,237 સાક્ષીઓને સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ કેસમાં બ્લાસ્ટ કેસના કાવતરાના પુરાવા મળ્યા છે. કોણે બૉમ્બ મૂક્યા, કઈ જગ્યાએ મુક્યા તેનો પુરાવાઓ આપ્યા છે. બ્લાસ્ટના કેસોમાં જુદી જુદી 547 જેટલી ચાર્જશીટ કરાઈ છે.