અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. સામી લડત આપતા આ કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બનતા ચિંતાનો વિષય છે. અમદાવાદની એલજી હોસ્પિટલના 4 ડોક્ટર અને એક નર્સ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે પણ એક પ્રોફેસર સહિત 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. કુલ 10 કેસ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં કોરોના દર્દીના એક રિપોર્ટથી તંત્ર ચિંતિત, જાણો શું છે મામલો


મળતી માહિતી મુજબ દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હોવાના જાણવા મળે છે. ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે એલજીમાંથી લેવાયેલા 1000 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યાં છે. હજુ 50 સેમ્પલ રિપોર્ટ આવવાના બાકી છે. 


વડોદરા: કોરોના દર્દીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો, પરિવારના 26 લોકો ક્વોરન્ટાઈન


શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ
રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 929 પર પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ 545 કેસ સામે આવ્યા છે. તો બીજા સ્થાને વડોદરામાં 128 કેસો નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 88 કેસ તો રાજકોટમાં 28 અને ભાવનગરમાં 26, આણંદમાં 25 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતના 24 જિલ્લામાં કોરોનાનો કહેર પહોંચી ગયો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube