મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ગોલ્ડન કટાર ડીવીઝનમાં ફરજ બજાવતા આર્મીના કર્નલ સાથે છ લાખની ઠગાઇ થતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોધાવામાં આવી હતી. સ્કીમમાં રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચે કર્નલે ૬ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે  રોકાણ કરેલા રૂપિયા અને વળતર નહી મળતા પૈસાની માંગણી કરતા સ્કીમ સંચાલકે બે ચેકો મોકલી આપ્યા પરંતુ ચેક બેંકમાં ભરતા તે પણ રિર્ટન થયા હતા. સ્કીમમાં રોકાણ કરવા કર્નલને જે કેપ્ટને રોકાણ કરવા સલાહ આપી હતી. તેની સાથે પણ ઠગાઇ થઇ હોવાનું બહાર આવતા છેવટે ફરિયાદ નોંધાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટના ARMY કર્નલ સુમિત રણદિવને સપ્ટે. 2019માં તેમના ઓળખીતા કેપ્ટન કિરણ પાસેથી જાણવા મળ્યું હતું કે, બીટફોક્સ એન્ટર પ્રાઇઝ કંપનીના બિઝનેશ મેનેજર ઓમ સાવરીયા તથા દુગ્રી ઓમ સાવરીયા કે જેઓ એડવર્ટાઇઝીંગ કંપનીમાં ડાયરેક્ટર છે. તેઓની કંપનીમાં રોકાણ કરી પોલીસી લઇ સારું વળતર મળશે. જેથી વર્ષ 19-20 સપ્ટે. 2019ના છ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જે અંગે કરવામાં આવેલા એગ્રીમેન્ટમાં પણ કંપનીમાં દર મહિને નફો આપશે અને 12 મહિના રોકાણની મુદત રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


જોકે બે માસ સુધી નફો ન મળતા કર્નલે કંપનીનો સંપર્ક કર્યો અને પૈસા પરત મંગાવવા કંપનીએ જણાવ્યું હતું કે છ લાખની સામે 7.37 લાખ તમને મળશે. ત્યારબાદ 12 નવે. 2019ના રોજ કંપની તરફથી 4.37 લાખ અને 3 લાખના એમ બે ચેકો સહી કરી દુર્ગી સાવરીયાએ મોકલી આપ્યા હતા. પરંતુ તેઓ વારંવાર પૈસા આપવા બાબતે ગલ્લાં તલ્લાં કરી રહ્યા હતા. જેથી કેપ્ટન કિરણને આ મામલે જાણ કરતા કેપ્ટને પણ તેમની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતા  કર્નલે મહારાષ્ટ્રના ઓમ સાવરીયા અને દુર્ગી ઓમ સાવરીયા સામે ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube