KBC 14 : અમદાવાદના 9 વર્ષના ટેણિયાએ KBC માં જીત્યા 25 લાખ
Kaun Banega Crorepati 14: અમદાવાદના 9 વર્ષના આર્ય શાહે કૌન બનેગા કરોડપતિના જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડમાં 25 લાખ રૂપિયા જીત્યા
Kaun Banega Crorepati 14: બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે. ત્યારે આ હોટ સીટ પર બેસવા માટે અનેક લોકો આતુર હોય છે, પરંતુ કેટલાક લકી લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે. આવામાં અમદાવાદના 9 વર્ષના ટેણિયાંએ કેબીસીની હોટ સીટ પર પહોંચીને 25 લાખ રૂપિયા જીત્યા છે.
અમિતાભ બચ્ચની સામે હોટ સીટ પર પહોંચનાર લકી ગુજ્જુ બોય એટલે 9 વર્ષનો આર્ય શાહ. વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા ગૌતમભાઈ શાહ અને નેહાબેન શાહનો પુત્ર આર્ય શાહ ધોરણ-4 માં અભ્યાસ કરે છે. આર્ય શાહે ભણવામાં પહેલેથી જ હોશિયાર છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. તેથી તેણે કેબીસીના જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડમાં જવાનો નિર્ણય કર્યો હતો, અને તેના માતાપિતાએ તેને સાખ આપ્યો. આર્યએ એપ્શિકેશન દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો સાચો જવાબ આપ્યો હતો, જેમાં પાસ થતા તેનો મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો, આ બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો હતો.
KBC સ્ટેજ પર દરેક કન્ટેસ્ટંટને 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે. જેમાંથી પાર થઈને તે બિગબી સામે હોટ સીટ પર પહોંચ્યો હતો. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો. પરંતુ સારી સ્પીડને કારણે તે હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેના નામની જાહેરાત થતા જ તેના માતાપિતા ખુશ થઈ ગયા હતા.
તમામ સવાલોનો જવાબ આપીને આર્ય 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો હતો. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે પણ આર્યએ લાઈફ લાઈન વાપરી હતી. 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો છે.
ત્યારે દીકરાની સફળતાથી તેના માતાપિતા ખુશ છે. તેમના દીકરાએ 15 દિવસ મહેનત કરી હતી, અને તે આખરે ફળી છે. કેબીસી માટે મહેનત દરમિયાન આર્યને ચિકનગુનિયા પણ થયો હતો, છતા તે હિંમત હાર્યો ન હતો. પૂરતા કોન્ફિડન્સથી કેબીસીમાં રમવા પહોંચ્યો હતો.